સોશિયલ મીડિયા કંપની ફેસબુકે (Facebook) પોતાની કંપનીનું નામ બદલીને હવે ‘મેટા’ (META) કરી નાખ્યુ છે. કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગે તેની જાહેરાત કરી હતી. નામ બદલવાને લઇને જાણકારી કેટલાક દિવસ પહેલા જ આપવામાં આવી હતી.
માર્ક ઝકરબર્ગ ઇચ્છે છે કે તેમની કંપનીને માત્ર એક સોશિયલ મીડિયા કંપની તરીકે ના ઓળખવામાં આવે. કંપની સોશિયલ મીડિયાથી આગળ વધીને મેટાવર્સ વર્લ્ડની તૈયારી કરી રહી છે. જેની માટે કંપની 10 હજાર લોકોને હાયર પણ કરશે. જે મેટાવર્સ બનાવવામાં કંપનીની મદદ કરશે. મેટાવર્સને તમે વર્ચુઅલ રિયાલિટી તરીકે સમજી શકો છો.
એક એવી દુનિયા જ્યા લોકોની હાજરી ડિઝિટિલ રીતે રહેશે. લોકો ડિઝિટલી એક બીજાને મળી શકશે. તમને જણાવી દઇએ કે મેટાવર્સ પર ફેસબુક જ નહી માઇક્રોસૉફ્ટ જેવી મોટી કંપની પણ રોકાણ કરી રહી છે. ઝકરબર્ગ પહેલાથી વર્ચુઅલ રિયાલિટી અને ઓર્ગમેંટેડ રિયાલિટી પર ભારે રોકાણ કરતા આવ્યા છે.
કુલ મળીને કહેવામાં આવે તો મેટાવર્સની દુનિયામાં આગળ વધવા માટે ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા કરી નાખ્યુ છે. કંપનીનો આ પ્રયાસ છે કે લોકો હવેથી ફેસબુક કંપનીને માત્ર સોશિયલ મીડિયા કંપની તરીકે ના ઓળખે. હવે નામ બદલવામાં આવ્યા બાદ જલ્દી કંપની તરફથી કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.
તમારી પર શું અસર થશે?
તમને જણાવી દઇએ કે જે નામમાં બદલાવ કરવામાં આવ્યો છે તે પેરેન્ટ કંપની માટે છે. ફેસબુકનું કંપની તરીકે નામ બદલીને મેટા કરવામાં આવ્યુ છે. કંપનીના બાકી પ્લેટફોર્મ્સ જેવા- ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપને તે નામથી જ ઓળખવામાં આવશે. નામ બદલવાથી યૂઝર્સ પર સીધી રીતે કોઇ અસર નહી પડે.