સોશ્યલ મીડિયા પર કેટલીક ઘટનાઓ મીનિટોમાં લાખો લોકો સુધી પહોંચી જાય છે. એમાં પણ જો કોઈ સેલિબ્રીટીનો વીડિયો કે ફોટો હોય તો બે ઘણી ઝડપે વાયરલ થઈ જાય છે. ઘણીવાર કોઈ અન્ય વ્યક્તિ હોય તેમ છતાં પણ સેલિબ્રિટીના નામે વાયરલ કરવામાં આવે છે. આજે વાયરલ થયેલા વીડિયોમાં એવી જ ઘટના સામે આવી. આ વીડિયોમાં એક છોકરો એરપોર્ટ પર શૌચ કરતો જોવા મળે છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ છોકરો બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન છે. જાણો શું છે આ વાયરલ વીડિયોનું સત્ય.
વાયરલ વીડિયોમાં જે યુવાન દેખાય છે. તેણે જીન્સ સાથે ક્રિમ કલરની ટી-શર્ટ પહેરી છે. વીડિયોમાં આપને એટલો તો ખ્યાલ આવી જ જશે કે યુવાન ખુબ નશામાં છે. તમે જોશો કે એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફમાંથી એક વ્યક્તિ તેને કંઈક કહે છે અને તેનો હાથ પકડી લે છે. તે પછી તે વ્યક્તિ તેનો હાથ છોડી દે છે, તે છોકરો અચરજથી ચાલવા લાગે છે. વીડિયોમાં તમે જોશો કે આ છોકરો અચાનક તેનું પેન્ટ ખોલે છે અને એરપોર્ટ પર જ શૌચ કરવા લાગે છે. જે જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.
Shah ruk khan son Aryan khan at the Airport.👇
Drugs pic.twitter.com/FtSti0whCR— U G R 🚩🚩 (@Namashivaya_) January 4, 2022
શા માટે વીડિયોમાં દેખાતા યુવાનને આર્યન ખાન હોવાનો દાવો કરાયો છે
વીડિયોમાં જે યુવાન દેખાય છે. તે શતપ્રતિશત આર્યન ખાન જેવો દેખાય છે. તેના હાવભાવ, હેરસ્ટાઇલ અને ડ્રેસિંગમાં બિલકુલ આર્યન છે, જેના કારણે લોકો તેને આર્યન ખાન માની રહ્યા છે. પરંતુ આ સત્ય નથી.
ખરેખર શુ છે વીડિયોની સત્યતા
આપન જણાવી દેવા માંગીએ છીએ કે વીડિયો લગભગ 9 વર્ષ જૂનો છે. યુવાનનું નામ નામ બ્રોન્સન પેલેટિયર છે, જેણે 2009-12માં ‘ધ ટ્વાઇલાઇટ સાગા’ સિરીઝની 4 ફિલ્મોમાં કામ કર્યું છે. ડિસેમ્બર 2012ની આ ઘટનાનો ઉલ્લેખ બ્રોન્સન પેલેટિયરે તેમના વિકિપીડિયામાં પણ હતો. આ ઘટના બાદ તેને 2 વર્ષ માટે સજાના ભાગરૂપે પ્રોબેશનમાં પણ મોકલવામાં આવ્યો હતો. એટલે કે, તે સાબિત કરે છે કે વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ આર્યન ખાન નહીં પરંતુ એક્ટર બ્રોન્સન પેલેટિયર છે.