spot_img

બોગસ ખેડૂતોની ખેર નહી મહેસુલ વિભાગે દસ્તાવેજ ચકાસણી શરૂ કરી

રાજ્યમાં મહેસુલ વિભાગને બીન ખેડૂત અથવા તો ખોટા દસ્તાવેજે પર બની ગયેલા ખેડૂતો પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. મહેસુલ વિભાગ દ્વારા ખેડા અને માતર તાલુકામાં મામલતદાર કચેરીમાં દસ્તાવેજી ચકાસણી ગાંધીનગર મહેસુલની ટીમ દ્વારા આજે હાથ ધરાઈ હતી.મહેસુલ વિભાગને સૌથી વધારે ફરિયાદો ખેડા જિલ્લામાં મળી હતી.

મહેસુલ વિભાગેને ખેડા તાલુકા અને માતર તાલુકામાં 500 કરતાં વધુ બોગસ ખેડૂતો હોવાની માહિતી મળી હતી. જેના કારણે ગાંધીનગરથી મહેસુલ વિભાગની એક ટીમ તપાસ અર્થે આવી હતી. મહેસુલ વિભાગ પાસે માહિતી હતી કે ખેડા અને માતર તાલુકામાં મોટા પ્રમાણમાં બોગસ ખેડૂતો છે. એવાં ખેડૂતો જેમની પાસે અધધ પૈસો છે. જેઓ ખેડૂત બનવા લાયક નથી. તેવા બની બેઠેાલા ખેડૂતો પર ગાંધીનગર મહેસુલ વિભાગની ટીમ દ્વારા કામગીરી શરૂ કરી છે. ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા જાણકારી અપાઈ છે કે જે ખેડૂતો બોગસ ખેડૂત સાબિત થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહેસુલ વિભાગને માહિતી મળી હતી કે સૌથી વધુ બીન ખેડૂતો ખેડા અને માતર જિલ્લામાં છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ વિભાગ દ્વારા કામગીરી આજે કરવામાં આવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles