ગુજરાતની પોપ્યુલર સિંગર કિંજલ દવેને કોણ નથી ઓળખતુ. કિંજલના સોંગ દેશ સાથે વિદેશમાં પણ પોલ્યુલર છે. જેટલા પોતના સોંગ પોપ્યુલર છે તેટલી જ કિંજલ પણ સોશ્યલ મીડિયામાં એક્ટિવ છે. ગઈકાલે કિંજલે પોતાના સોશ્યલ મિડીયા પર જન્મદિવસના ફોટોગ્રાફ શેર કર્યા.
પોતાના જન્મજિવસની ઉજવણી એટલી ધામધુમથી કરીને મોટા મોટા બિઝનેસમેનની પાર્ટીઓને ટક્કર મારી દીધી હતી. પોતાના જન્મદિવસના દિવસે કિંજલે મરૂન રંગનો લોંગ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેઓ ખુબ જ ક્યુટ લાગી રહ્યાં હતા. પાર્ટીમાં તેમના ભાવિ પતિ સાથે તેમને કપલ ડાંસ પણ કર્યો હતો.
પરિવારના સભ્યોએ પણ અલગ અલગ સોંગ પર પોતાનુ પરર્ફોમન્સ આપ્યુ હતુ. કિંજલ માટે તેમના પ્રોફેશન પ્રમાણેનો કેક તૈયાર કરાવામાં આવ્યો હતો. જેના પર પ્રતિકાત્મક કિંજલનો ફોટોગ્રાફ હતો અને તેના પર તેમનું નામ પણ હતુ. કિંજલની એન્ટ્રી એક મહારાણીની જેવી હતી. જેમાં તેની સાથે તેના ભાવિ પતિ પણ હતા. કિંજલના જન્મદિવસમાં પોતાના પરિવારના તમામ સભ્યોને આમંત્રણ આપ્યુ હતુ. સભ્યોએ કિંજલ જીવનમાં સતત આગળ વધે તેવા આશિર્વાદ પણ આપ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે કિંજલ દવે સોશ્યલ મિડીયા પર સતત એક્ટવ હોય છે. પોતાના કોઈપણ કાર્યક્રમ દેશમાં હોય કે દેશની બહાર હોય તમામની નાનામાં નાની અપડેટ સોશ્યલ મીડિયા પર સતત અપડેટ આપતા રહે છે. અંતમાં જ્યારે અમેરીકામાં પોતાના પ્રોગ્રમ કર્યા ત્યાં પણ તેમને નાનામાં નાની માહિતી સોશ્યલ મીડિયામાં શેર કરી હતી.