ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઇ ચૂકી છે. ભારત અને પાકિસ્તાનની મેચને લઇને બંન્ને દેશોના ક્રિકેટ ફેન્સમાં જોરદાર રોમાંચ છે. એક પાકિસ્તાની ફેન્સે પોતાના જ ટીમના કેપ્ટન બાબર આઝમને ધમકી આપી છે. તેણે ટ્વિટ કરી લખ્યું કે જો 24 ઓક્ટોબરે ભારત સામે રમાનારી મેચમાં જીત નહી મેળવો તો ઘરમાં ઘૂસવા નહી દઇએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને ક્રિકેટ ચાહકોમાં રોમાંચ છે. જ્યારે બાબર આઝમે ટુનામેન્ટ માટે ફેન્સ પાસે શુભકામનાઓ માંગી તો ઘણાએ શુભકામનાઓ આપી તો ઘણાએ ધમકીભરી પ્રતિક્રિયા આપી હતી. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં પાંચ વખત સામસામે ટકરાઇ છે જેમાં તમામ મેચમાં ભારતે પાકિસ્તાનને હાર આપી છે. તાજેતરમાં જ આઝમે કહ્યું હતું કે અમે છેલ્લા ત્રણ વર્ષથી યુએઇમાં ક્રિકેટ રમી રહ્યા છીએ અને અહીની સ્થિતિથી ઘણા વાકેફ છીએ. મને લાગે છે કે અમે જીતીશું.