ઉત્તરપ્રદેશના ઉન્નાવ સદર વિસ્તારના ભાજપના ધારાસભ્ય પંકુજ ગુપ્તાને કથિત ખેડૂત આગેવાને જાહેર મંચ ઉપર થપ્પડ મારી દીધી હતી. ધારાસભ્યને થપ્પડ મારતો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના આઇટી સેલ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.
ભાજપના ધારાસભ્યને થપ્પડ મારતો વીડિયો વાયરલ થયાના થોડા કલાકોમાં એક બીજો વીડિયો સામે આવ્ય છે, જમાં થપ્પડ મારના ખેડૂત આગેવાન જણાવી રહ્યો છે કે તેણે ધારાસભ્યને થપ્પડ નથી મારી પરંતુ પ્રેમથી પૂછ્યું હતું કે શું થયું. કેમ કે ધારાસભ્ય નીચે માથું જુકાવીને બેઠા હતા. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના મીડિયા સેલના ટ્વિટર એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે ‘આ થપ્પડ ભાજપના ધારાસભ્યને નથી મારી પરંતુ ઉત્તરપ્રદેશની ભાજપની યોગી સરકારની કુનિતી, કુશાન અને તાનાશાહી વર્તનને મારી છે’
ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી દ્વારા જે વીડિયો શેર કરવામાં આવ્યો છે એમાં સ્પષ્ટ દેખાય છે કે ઉન્નાવ સદરના ધારાસભ્ય પંકજ ગુપ્તા સ્ટેજ પર બેઠા છે અને એવામાં જ એક વૃદ્ધ આવીને પંકજ ગુપ્તાની નજીક જાય છે અને સીધો જ ગાલ પર લાફો ઝીંકી દે છે. આ ઘટનાબાદ સ્ટેજની આસપાસ રહેલા લોકો વૃદ્ધને નીચે ઉતારી દે છે. પંકજ ગુપ્તાને લાફો મારનાર વૃદ્ધ ખેડૂત નેતા કોણ છે એની જાણકારી હજુ સુધી મળી નથી.