બોલિવૂડના અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી કિયારા અડવાણી જલ્દ્દી જ એક ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફર્સ્ટ લુકમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે આ ફિલ્મ લગ્ન અને પારિવારિક સબંધો પર બેઝ હશે. આ ફિલ્મ કરણ જોહરની છે અને હાલમાં આ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેમાં અનિલ કપૂર, નીતૂ કપૂર, પ્રાજક્તા કોલી જેવા અભિનેતાઓ જેવા મળી રહ્યા છે.
ફિલ્મના પહેલાં પોસ્ટર્સમાં વરૂણ ધવન અને કિયારા અડવાણી લગ્નના જોડામાં દેખાઇ રહ્યા છે. જેમાં કિયારા પોસ્ટર્સમાં એકદમ ખુશ જોવા મળી રહી છે અને વરુણ તેના માથે કિસ કરી રહ્યો છે. સાથે જ નીતૂ કપૂર અને અનિલ કપૂર પણ સાથે છે અને એક બીજા સામે જોઇને હસી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર્સ રિલીઝ કરતાં કરણ જોહરે કેપ્શનમાં લખ્યું છે કે #JugJuggJeeyo થિયેર્સમાં 24 જૂન 2022ના રોજ રીલઝ કરવામાં આવશે તમે પણ તમારા પરિવાર સાથે આવો અને સેલિબ્રેટ કરો કેમ કે આ એક ફેમિલી ડ્રામા છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું નિર્દેશન રાજ મેહતા કરી રહ્યા છે, અને પ્રોડ્યુસર કરણ જોહર છે. આ ફિલ્મની સાથે જ નીતૂ કપૂર ફરી એક વખત મોટા પડદે જોવા મળશે. આ ફિલ્મમાં મનીષ પૉલ અને યૂટ્યૂબર પ્રાજક્તા કોલી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તો વરૂણ ધવન અને કિયારા અડવાણાની આ પહેલી ફિલ્મ હશે, બંને ફિલ્મના પોસ્ટર્સમાં ખૂબ સરસ લાગી રહ્યા છે.