સોશ્યલ મીડિયા પર 500ની નોટને લઈને એક મેસેજ સખત વાયરલ થયો છે. મેસેજમાં કહેવાયુ છે કે 500 રૂપિયાની એ નોટ નકલી છે. જેમાં લીલા રંગની પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસેથી પસાર થવાની જગ્યાએ ગાંધીજીના ફોટોગ્રાફ પાસે છે. પરંતુ આ વાયરલ મેસેજ સંપૂર્ણ ખોટો છે.
एक मैसेज में यह दावा किया जा रहा है कि ₹500 का वह नोट नकली है जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास ना होकर गांधीजी की तस्वीर के पास होती है।#PIBFactCheck
➡️यह दावा #फ़र्ज़ी है।
➡️@RBI के अनुसार दोनों ही तरह के नोट मान्य होते हैं।🔗https://t.co/DuRgmRJxiN pic.twitter.com/AEGQfCM8kZ
— PIB Fact Check (@PIBFactCheck) May 11, 2022
ચારધામની યાત્રા પહેલાં યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવુ સરકારે ફરજિયાત કર્યુ
પીઆઈબી ફેક્ટ ચેકને ટ્વિટના માધ્યમથી જણાવ્યુ છે કે વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે તે દાવો ખોટો છે. આરબીઆઈના આધારે 500 રૂપિયાની એ નોટ પણ માન્ય જ છે જેમાં લીલા રંગની પટ્ટી ગાંધીજીના ફોટોગ્રાફ પાસેથી પસાર થાય છે. અને એ નોટ પણ માન્ય છે જેમાં લીલા રંગની પટ્ટી આરબીઆઈના ગવર્નરની સહી પાસેથી પસાર થાય છે. પીઆઈબી તરફથી કરાયેલા દાવા પરથી એ સ્પષ્ટ થાય છે કે બંન્નો નોટો સાચી છે.
ક્રિકેટ પ્રેમીઓને સરકારની ગિફ્ટ ભારતની તમામ મેચો DD SPORTS પર દેખાશે
શુ છે પીઆઈબી ફેક્ટ ચેક ?
સરકાર સાથે જોડાયેલા કોઈ સમાચાર સાચા છે કે ખોટા આ જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લેવાય છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલીસી/સ્કિમ /વિભાગ/ મંત્રાયલયોને લઈને ખોટી માહિતી અથવા સુચનાઓ ફેલાવાથી રોકે છે. કોઈપણ વ્યક્તિ PIB FACT CHECK ને શંકાસ્પદ સમાચાર અથવા તો સ્ક્રિન શોટ્સ અથવા તો ટ્વિટ અથવા તો સોશ્યલ મીડિયા પોસ્ટને યુઆરએલ અથવા તો વ્હોટ્સ એપ નંબર 918799711259 મોકલીને સાચી માહિતી મેળવી શકે છે.