ગૂગલ (Google) આજના સમયમાં એક એવુ પ્લેટફોર્મ બની ગયુ છે, જેની પર આપણે કોઇ પણ નાનીથી નાની વસ્તુ સર્ચ કરી શકીએ છીએ. જો આપણને કોઇ કામમાં મુશ્કેલી આવે છે તો આપણા હાથ તરત જ ગૂગલ તરફ વધે છે. ગૂગલ કેટલીક વખત એન્ટરટેઇનમેન્ટનું સાધન પણ બની જાય છે. જ્યા આપણે ક્યારેક ગાયન સાંભળીએ છીએ તો ક્યારેક કોઇ વસ્તુના વીડિયો જોઇએ છીએ પરંતુ શું તમે જાણો છો કે દિવસભરમાં જે તમે સર્ચ કરો છો તે બધુ ગૂગલ મોનીટર કરે છે.
ગૂગલ આ સર્ચને મોનીટર કરવાની સાથે સાથે સર્ચ રિઝલ્ટનો એક રિપોર્ટ પણ જાહેર કરે છે. આ વચ્ચે તાજેતરમાં ગૂગલે પોતાના સર્ચ રિપોર્ટ રિઝલ્ટ રજૂ કર્યો છે. જેમાં યુવતીઓના સર્ચને લઇને કેટલીક વાતો સામે આવી છે. જે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.
રિપોર્ટમાં સામે આવ્યુ છે કે યુવતીઓના કરિયર સાથે જોડાયેલી વસ્તુ મોટાભાગે ગૂગલ પર સર્ચ કરે છે. જેમાં કેટલીક વસ્તુ સામેલ થાય છે, જેને કોર્સ વિશે અથવા તે કોર્સની ફી વગેરેમાં. જેનાથી આ ખબર પડે છે કે તે પોતાની કરિયરને લઇને કેટલા સાવચેત છે.
જેમ કે તમે જાણો છો કે યુવતીઓ કપડાની શૌખીન હોય છે. એવામાં તેમના સર્ચ પરિણામમાં કપડા અથવા શોપિંગ સાઇટ્સ, ઓફર્સ સાથે જોડાયેલી વસ્તુ હોય છે. સાથે જ સુંદર દેખાવા માટે કેટલીક રીતના મેકઅપની બ્રાંડ્સ પણ સર્ચ કરે છે. આ સિવાય કેટલીક રીતે બ્યૂટી ટ્રિક્સ અને ટ્રીટમેન્ટ્સ અને ઘરેલુ નુસ્ખા પણ સામેલ છે.
યુવતીઓને મ્યૂઝિકમાં વધારે રસ હોય છે. એવામાં તે અવાર નવાર ગૂગલ પર મ્યૂઝિક પણ સર્ચ કરે છે. ગૂગલના રિપોર્ટમાં યુવતીઓ દ્વારા વધુ મ્યૂઝિક સર્ચ કરવામાં આવવાનું પણ સામેલ છે.
વાત કરીએ આંકડાની તો દેશમાં ઇન્ટરનેટ ઉપયોગકર્તાની કુલ સંખ્યા 15 કરોડ છે. જેમાંથી 6 કરોડ મહિલાઓ છે, જ્યારે 9 કરોડ પુરૂષ ઇન્ટરનેટ યૂઝર્સ છે. ગૂગલના રિપોર્ટ અનુસાર, આ 6 કરોડ મહિલા યૂઝર્સમાંથી 75% મહિલાઓની ઉંમર 15-34 વર્ષ છે.