spot_img

જાણી લો ઉત્તરાયણના દિવસે કેમ દાન અને સ્નાન જરૂરી છે

આમ તો હિંદુ ધર્મમાં અલગ અલગ તહેવારોનું અલગ અલગ મહત્વ રહેલું છે. એવી જ રીતે મકરસંક્રાંતિના દિવસે ગંગા અને યમુના તથા અન્ય પવિત્ર નદીઓમાં આસ્થાની ડુબકી લગાવવાનું અલગ મહત્વ છે. એવું કહેવાય છે કે મકરસક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

14 જાન્યુઆરીએ દેશભરમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે.ખાસ કરીને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઉજવાશે. તહેવાર (મકરસંક્રાંતિ) ઉત્તરાયણની સાથે અન્ય નામોથી પણ ઓળખાય છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિ સાથે મળે છે. તેની સાથે શુક્રનો ઉદય પણ મકરસંક્રાંતિ પર થાય છે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિથી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. જો કે ઉત્તરાયણ દિવસે ભાવ અને સ્નાનનું પણ ખુબ જ મહત્વ હોય છે.

આ દિવસે સૂર્યદેવની પૂજા, ગંગા સ્નાન, ઉપવાસ, કથા, દાન અને પૂજાનું અલગ જ મહત્વ છે. એવું મનાય છે કે દાન કરવામાં આવે છે. આ દિવસોમાં કરવામાં આવેલુ દાન સામાન્ય દિવસોમાં કરેલા દાન કરતાં ફળ અનેકગણું ફળદાયી નિવડે છે. ઉત્તરાયણના દિવસે તલ-ગોળ, ચોખા-મસૂરની ખીચડી જેવી વસ્તુઓનું દાન કરવું ખુબ જ શુભ જ માનવામાં આવે છે. જો કે ઘણાં લોકો છે જેઓ આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરે જ છે. પંજાબ, યુપી, બિહાર અને તમિલનાડુમાં મકરસંક્રાંતિ એ નવો પાક લણવાનો સમય ગણાય છે. ત્યાં મકરસક્રાંતિના દિવસને ખેડૂતો તેને કૃતજ્ઞતા દિવસ તરીકે ઉજવે છે. ઘણી જગ્યાએ પતંગ ઉડાવવાની પરંપરા સાથે આ દિવસે તલ અને ગોળમાંથી બનેલી મીઠાઈઓનું પણ વિતરણ કરવામાં આવે છે.

શ્રદ્ધા સાથે ડૂબકી મારવાથી મોક્ષ મળે છે

મકરસંક્રાંતિના દિવસે ગંગા-યમુના વગેરે જેવી પવિત્ર નદીઓમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવવામાં આવે તો તેનું પણ અલગ મહત્વ છે. કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. આ જ કારણ છે કે આ દિવસે મોટાભાગના લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. ઘણી જગ્યાએ આ દિવસે પતંગ ઉડાવવાની પણ પરંપરા છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ દરમિયાન સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. છે. તે વ્યક્તિના જીવનમાં ઘણા સુખદ ફેરફારો પણ લાવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles