WABetaInfoના એક અહેવાલ મુજબ, દેશ અને દુનિયામાં અત્યારે સૌથી વધુ જે એપ્લિકેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. તે વ્હોટ્સ એપ (Whatsapp)પોતાની એપ્લિકેશનમાં જોરદાર ફિચર (Feture) ઉમેરવાની તૈયારી કરી રહ્યુ છે. આ ફિચર એવું હશે. જેનાથી વ્હોટ્સએપનો ઉપયોગ કરનાર વ્યક્તિ પોતાની આસપાસની હોટેલ અને કરિયાણાની દુકાન શોધી શકશે
WhatsApp ઘણા નવા ફીચર્સ ઉમેરે છે અને આવનારા સમયમાં પણ ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે. અત્યારે WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં યુઝર્સ તેમના નજીકના વ્યવસાયો શોધવામાં મદદ કરશે. યુઝર્સ માત્ર કરિયાણાની દુકાનો જ નહીં પરંતુ નજીકના રેસ્ટોરાં અને કપડાંની દુકાનો જેવા અન્ય વ્યવસાયો પણ શોધી શકશે. આ ફીરચથી યુઝર્સને ગુગલ મેપમાં સર્ચ કરવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે. કારણ કે તેની આસપાસ કયા કયા રેસ્ટરાં છે, કપડાંની દુકાનો વિશેની માહિતી તેના એક મેસેજ પરથી મળવા લાગશે.
વ્હોટ્સ એપનું નવું ફિચર કઈ રીતે કામ કરશે ?
બ્લોગ સાઈટ દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશોટ દર્શાવે છે કે તે તેની એપમાં ‘Business Nearby Me’ નામનું એક નવું ફીચર ઉમેરી રહ્યું છે જે યુઝર્સ એપના સર્ચ ફીચરનો ઉપયોગ કરશે ત્યારે દેખાશે. યુઝર્સને આ ફિચરનો ઉપયોગ કરશે. ત્યારે તેની આસપાસના તમામ વ્યવસાયની માહિતી મળી જશે. ઉપરાંત તેમણે વિકલ્પો પણ મળશે. બ્લોગ સાઈટ કહે છે કે WhatsApp પહેલાથી જ કેટલાક એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ ફીચર રોલઆઉટ કરી ચૂક્યું છે. પરંતુ કંપની તેની iOS એપ્લિકેશન માટે પણ સમાન સુવિધા વિકસાવવા પર કામ કરી રહી છે.