દિવાળીના દિવસોમાં દાનનું મહત્વ છે. આ દાન રાશીઓના નામ પ્રમાણે કરવામાં આવે તો રાશિના આધારે નામ ધરાવતા લોકો માટે આ દિવાળી ખાસ બની જશે. DIWALI માં રાશી પ્રમાણે જ દાન કરશો તો આપને મોટા પ્રમાણમાં ફાયદો થશે અને જો નુકસાન પણ થવાનું હશે તો તેમાંથી આપ બચી જશો.
મેષ
મેષ રાશિના લોકોએ દિવાળીના દિવસે પૂજા કરીને જરૂરિયાત મંદ લોકો ને ગરમ કપડા અને કમલ દાન કરવું જોઈએ
વૃષભ
વૃષભ રાશિના લોકોએ દિવાળીના દિવસે પૂજા કર્યા બાદ બાળકોમાં ગળપણ વાળી વસ્તુ વહેંચવી જોઈએ.આવુ કરવાથી જીવનમાં ખુશાલી આવી શકે છે
મિથુન
મિથુન રાશિના લોકોએ દિવાળીના દિવસે પૂજા કર્યા બાદ પક્ષીઓને ચણ નાખવા અને વડીલોને વસ્ત્રને જરૂરિયાત પૂર્ણ વસ્તુઓ ભેટમાં આપવી.
કર્ક
કર્ક રાશિના લોકોએ દિવાળીના દિવસે પૂજા કર્યા બાદ અડદની વસ્તુ દાન કરવી જોઈએ.શ્વાનને રોટલી ખવડાવવી જોઈએ
સિંહ
સિંહ રાશિના લોકોએ દિવાળીના દિવસે પૂજા કર્યા બાદ ૭ અનાજનું દાન કરવું જોઈએ અને અડદથી બનાવેલી કોઈપણ વસ્તુનું ગરીબોમાં દાન કરવુ.
કન્યા
કન્યા રાશિવાળા લોકોએ દિવાળીના દિવસે શનિ મંદિરમાં સરસવનું તેલ અને જરૂરિયાત મંદ લોકોને જમવાનું આપવું આવું કરવાથી તમારા જીવનમાં શાંતિ આવશે
તુલા
તુલા રાશિના લોકોએ દિવાળીના દિવસે પૂજા કર્યા બાદ મિઠાઇ અને કપડાંનું દાન કરવું. નિસહાય લોકોને જરૂરિયાત પૂર્ણ વસ્તુઓનું દાન કરવું. એવું કહેવાય છે કે આવું કરવાથી લોકોની સમસ્યાઓમાં ઘટાડો થાય છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોએ દિવાળીની પૂજા બાદ કલરિંગ કંબલ દાન કરવા. સાથે રોટલી ઉપર ઘી લગાવી ગોળ સાથે ગાયને ખવડાવવી.
મકર
મકર રાશિના લોકોએ દિવાળીના દિવસે પૂજા બાદ મસૂરની દાળનું દાન કરવું સાથે ઘરના વડીલોને વસ્તુ ભેટમાં આપવી
કુંભ
કુંભ રાશિના લોકોએ દિવાળીના દિવસે પૂજા બાદ અનાથ આશ્રમ મિઠાઇ અને કપડાં દાન કરવું. બાદમાં બાળકોને ભોજન કરાવવાનું ન ભુલવુ
મીન
મીન રાશિના લોકોએ દિવાળીના દિવસે પોતાના માટે અથવા પરિવાર માટે ભેટ ફરજિયાત લાવવી સાથે પીપળાને પાણી પીવડાવવું. દિવ્યાંગ લોકોને ભોજન પણ કરાવવુ. આવું કરવાથી તમારા પર લક્ષ્મીજી પ્રસન્ન થશે અને સુખ સમૃદ્ધિ આવશે