કેટરીના (Katrina ) અને (Vicky) વિકીના લગ્નની (Marriage) પહેલી તસવીરો (Image) સામે આવી જ ગઈ. લાખો ફેન્સ જેની રાહ જોઈને બેઠા હતાં. તે રાહ જોવાનો સમય પૂરો થયો.
કેટરીના કૈફ (Katrina Kaif )ડાર્ક પિંક કલરનો સુંદર લહેંગો પહેર્યો છે. માથામાં ગઝરો અને હાથમાં ચુડા પહેર્યા છે. બ્રાઈડલ લૂકમાં કેટરીનાએ જે કંઈપણ પહેર્યુ છે તમામ ખાસ છે. દુલ્હા દુલ્હન બનેલા કેટ અને વિક્કીનું આતશબાજીથી સ્વાગત કરાયુ.
કેવો છે કેટરીનાનો બ્રાઈડલ લૂક?
કેટરીના કૈફ ડાર્કપિંક કલરનો સુંદર લહેંગો પહેર્યો છે. હાથમાં ચુડા સાથે 16 શૃગાર સાથે કેટરીના ખુબ જ સુંદર લાગી રહી છે. તેના બ્રાઈડલ લૂકમાં તમામે તમામ વસ્તુઓ ખાસ દેખાઈ રહી છે. લગ્ન મંડપમાં એન્ટ્રી સમયે બંન્નેનું સ્વાગત જોરદાર આતશબાજી સાથે કરવામાં આવ્યુ. વિક્કી કૌશલ ઓફ વ્હાઈટ શેરવાનીમાં હેંડસમ લાગી રહ્યા છે. બંન્નેની જોડી જાણે ભગવાને બનાવીને મોકલી હોય તેવું જ લાગી રહ્યુ છે
કેટરીના અને વિક્કીના લગ્નમાં આટલા લોકો થયા શામેલ
કેટરીના અને વિક્કીએ પોતાની ગ્રાંડ વેડિંગને ખૂબ જ સિક્રેટ રાખી હતી. જો કે મળતી માહિતી પ્રમાણે એક્ટ્રેસના લગ્નમાં બોલિવૂડની મશહુર હસ્તીઓ ઉપસ્થિત રહી છે. લગ્નમાં ફક્ત 120 લોકો ઉપસ્થિત રહ્યા છે. જો કે લગ્નમાં કેટરીનાએ પોતાના ખાસ મિત્રો સલમાન ખાન અને અક્ષયકુમારને ઈન્વિટેશન નથી આપ્યુ તેવી પણ માહિતી મળી રહી છે.