કેરી ફળોનો રાજા કહેવામાં આવે છે અને આપણે ત્યાં કેરી ખાવાની સીઝન ઉનાળો છે. તમામ જગ્યાએ ઉનાળામાં કેરીનો મબલક જથ્થો આવે છે અને એમાં પણ જુનાગઢ અને મહારાષ્ટ્રના નાસીક અને તેના આસપાસના વિસ્તારોમાં થતી કેરી ઘણી જ લોકપ્રિય હોય છે. ત્યારે ઉનાળામાં જે કેરી આપણે હોંશે હોંશે ખાઇએ છીએ એ જો અત્યારે ભર શિયાળે બજારમાં મળે તો? તમે કદાચ આને મજાક માનતા હશો પરંતુ હકિકતમાં બજારોમા કેરી વેચાઇ રહી છે અને લોકો એટલાજ મજાથી ખાઇ રહ્યા છે.
વાત જાણ એમ છે કે હાલમાં મહારાષ્ટ્રના નાસીક તેમજ તેની આસપાસના ફ્રૂટ માર્કેટમાં દેવગડ હાફુસ નામની કેરીની જાત વેચાઇ રહી છે. લોકો શિયાળામાં પણ આ કેરી ખાઇ રહ્યા છે. આ કેરીનો હાલમાં ભાવ 18 હજાર રૂપિયાની આસપાસ પાંચ થી છ ડઝનનો છે. ત્યારે થોડા દિવસોમાં જ તમામ નાસીકના ફ્રુટ માર્કેટમાં આ કેરી વેચાવવા લાગશે અને તેના ભાવમાં પણ ઘટાડો આવશે. દુકાનદારોનું કહેવું છે કે આ કેરી વિદેશમાં ખાસ એક્સપોર્ટ કરવામાં આવ છે અને ત્યાંના લોકો આ કેરીની જાતને ખૂબ પસંદ કરતા હયો છે.