ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ફ્લિપ કાર્ટ પર બિગ સેવિંગ ડેજ સેલ (Flipkart Big Saving Days Sale) ચાલી રહ્યો છે. 16 ડિસેમ્બરથી શરૂ થયેલો સેલ 21 ડિસેમ્બર સુધી ચાલશે. ઉપરાંત બીજી ઘણી પ્રોડક્ટ પર પણ સાથે સાથે સ્માર્ટફોન્સ પર પણ ભારે છૂટ મળી રહી છે. અહીંયા અમે આપને રિયલમીના એક સ્માર્ટ ફોન પર મળી રહેલા ભારે ડિસ્કાઉન્ટ બાબતે જણાવીશુ. Realme GT Master Edition સ્માર્ટફોનને રૂ. 5 હજાર રૂપિયા સસ્તા ખરીદી શકો છો.
શું છે સ્માર્ટફોનની કિંમત અને ઓફર
GT Master edition ફોન ત્રણ વેરિંએટમાં આવે છે. ફોનના 6 જીબી+128 જીબી મોડેલની કિંમત 25 હજાર રૂપિયા, 8 જીબી+128 જીબી મોડલની કિંમત 27 હજાર 999 રૂપિયા અને 8 જીબી+256 જીબીની કિંમત 29,999 રૂપિયા છે. ફ્લીપકાર્ટ થકી આ ફોન ખરીદવા માટે 5000 રૂપિયાની છુટ મળી રહી છે. ડિસ્કાઉંટ કોઈપણ ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ થકી પેમેંટ કરવા પર મળશે.
Realme GT Master Edition ના ફીચર્સ
રિયલમી જીટી માસ્ટર એડિશનમાં 6.43 ઈંચના સૈમસંગ AMOLED ડિસ્લે આપવામાં આવી છે. જેમાં 120 HZ ના રિફ્રેશ રેટ અને 360 HZ ના ટચ સેંપલિંગ રેટ સપોર્ટ કરે છે. ફોનમાં 8 જીબી સુધીની રૈમ અને 256 જીબી સુધીનું ઈંટરનલ સ્ટોરેજ સાથે સ્પેનડ્રેગન 778 5G પ્રોસસર આપાવમાં આવ્યુ છે. ફોનમાં 5 જીબી વરચ્યુઅલ રૈમ પણ સપોર્ટ મળે છે. OS ની વાત કરીએ તો ફોનમાં એંન્ડ્રોઈડ 11 પર પણ કામ કરી રહ્યું છે.
ફોટોગ્રાફી માટે ફોનમાં LED ફ્લેશ સાથે ટ્રિપલ રિયર કૈમેરા સેટઅપ આપવામાં આવ્યુ. કેમેરામાં 64 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ સેંસર અને એક 2 મેગાપિક્સલના મૈક્રો સેંસર આપવામાં આવે છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલના ફ્રંટ કેમેરા મળે છે. જેમાં 4300mAhની બેટરી પણ આપવામાં આવી છે. જે 65 વોટના સુપરડાર્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ચાર્જર ફોનને 11 મિનિટમાં 50 ટકા ચાર્જ કરી દે છે.