દુનિયાના સૌથી લાંબા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હવે એક મોટો ઝટકો લાગ્યો છે. વધુ એક કોમેડિયન સીરિયલ છોડી દેવાનો છે. મળતી માહિતી પ્રમાણે સીરિયલમાં તારક મહેતાનો રોલ નિભાવનાર લીડ સ્ટાર કાસ્ટ શૈલેષ લોઢાની સીરિયલમાંથી વિદાઈ થઈ ચુકી છે. મળતી માહિતી પ્રમાણે દિશા વાકાણી પછી હવે શૈલેષ લોઢાએ આશરે 14 વર્ષથી ચાલી રહેલા ટીવી શોથી પોતાની જાતને અલગ કરી લીધી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે લાંબા સમયથી તેઓ શુટિંગ પર પણ નથી જઈ રહ્યા.
એક ખાનગી સમાચાર પત્રની માહિતી પ્રમાણે શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને બાય બાય કરી દીધુ છે. સીરિયલમાં શૈલેષનો ખુબ જ મહત્વનો રોલ હતો. તે સિરિયલમાં જેઠાલાલના ખાસ મિત્ર તરીકે દેખાતા હતા. શો છોડવાનું મુખ્ય કારણની વાત કરવામા આવે તો શૈલેષ લોઢાએ પોતાની ડેટ્સનો સારી રીતે ઉપયોગ ન થતો હોવાથી છોડવાનો નિર્ણય કર્યો છે. આટલુ જ નહી તેઓ પાતાના કોન્ટ્રાક્ટથી પણ નાખુશ હતા. જેના કારણે તેમણે ઘણાં અન્ય પ્રોજેક્ટ છોડવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે તેઓ મળનારા બીજા મોકાઓ છોડવા માંગતા નથી જેના કારણે આ શો છોડાવાનો નિર્ણય કર્યો છે.
આપને જણાવી દેવા માંગીએ છીએ કે થોડા દિવસ પહેલાં શૈલેષ અને દિલિપ જોશી વચ્ચે સેટ પર ઝગડો થયો હોવાના સમાચારો પણ વહેતાં થયા હતા કોઈ કારણ સર બંન્ને વચ્ચે મનભેદ થયા હતા વાત ત્યાં સુધી પહોંચી હતી કે બંન્નેએ એકબીદા સાથે વાતચીત પણ બંધ કરી દીધી હતી. પરંતુ થોડા સમય બાદ એક ઈન્ટરવ્યુમાં ખુદ શૈલેષે આ વાતને નકારી કાઢી હતી. તેમને કહ્યુ હતુ તે દિલિપ જોશી અને તે બંન્ને સારા મિત્રો છે. તેમના બન્ને વચ્ચે ક્યારે પણ લડાઈ કે ઝઘડો થયો નથી.