તામિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું હેલિકોપ્ટર MI-17vh Helicopter નું બ્લેક બોક્સ મળી ગયુ છે. તમામ હવાઈ દુર્ઘટના બાદ પહેલાં બોક્સને શોધાય છે. બોક્સનું સાચુ નામ ફ્લાઈટ રેકોર્ડર છે. જેમાં પાયલટ અને એયર ટ્રાફિક કંટ્રોલર (ATC) સાથે વાતચીતથી લઈને ઘટના ઘટી એના પહેલાનો તમામ ડેટા રેકોર્ડ થાય છે.
બુધવારે 8 ડિસેમ્બરે કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પહેલાં ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્નિ મધુલિકા અને અન્ય 11 સૈન્યકર્મીઓનું નિધન થઈ ગયુ.
શુ હોય છે બ્લેક બોક્સ ?
આના નામ સાથે ભલે બ્લેક બોક્સ હોય પરંતુ આ બોક્સનો કલર ખરેખર નારંગી રંગનો હોય છે. બોક્સ સ્ટીલ અને ટાઈટેનિયનથી બનેલું હોય છે. જેમાં રેકોર્ડિંગ ડિવાઈસ હોય છે. જેમાં ઘણાં પ્રકારના સિગ્નલ,વાતચીતો અને ટેક્નિકલ ડેટા રેકોર્ડ હોય છે એમાં બે પ્રકારના રેકોર્ડર હોય છે.
ફ્લાઈટ ડેટા રેકોર્ડર FDR અને કોકપિટ વોઈસ રેકોર્ડર CVR વિમાન અથવા તો હેલિકોપ્ટરની ઉંચાઈ , હવાની સ્પિડ અને ઈંધણ જેવી ઘણીબધી વસ્તુઓને રેકોર્ડ કરે છે. જેની રેકોર્ડિંગ ક્ષમતા 24 કલાક કરતાં વધુ હોય છે.
બ્લેક બોકસ્ કેમ નષ્ટ નથી થઈ શક્તુ ?
બોક્સના ઉપરી ખોળ અને મોટી સ્ટીલ, ટાઈટેનિયમ અને હાઈટેંપરેચર ઈંસુલેશનથી બનેલું હોય છે. બોક્સ એટલું મજબુત હોય છે. કોઈપણ મોટામાં મોટી ટક્કર પણ જમીન આકાશ અને સમુદ્રની ઉંડાઈઓમાં પણ સુરક્ષિત રહી જાય છે.
બોક્સ સેંકડો ડિગ્રી તાપમાન સહી શકે છે. ખારા પાણીમાં પણ વર્ષો વરસ સુધી ગળ્યા વગર આરામથી રહી શકે છે. બોક્સના અંદરના ઉપકરણ સમુદ્રમાં હજારો ફુટથી પણ સિગ્નલ મોકલી શકે છે.
પાણીમાં એક મહિના સુધી સિગ્નલ મોકલી શકે છે. દુર્ઘટનાના એક મહિના સુધીમાં આસાનીથી શોધી શકાય છે. બોક્સના અંદર બિકન બેટરી હોય છે જે પાંચ વર્ષો સુધી ડિસ્ચાર્જ નથી થતી.
બ્લેક બોક્સથી આગળ શુ છે?
દુનિયા ભરની ફ્લાઈટ ટેક્નિશિયંસ બ્લેકબોક્સનો વિકલ્પ શોધી રહ્યા છે. પ્રયત્ન એ પણ છે, કે બ્લેક બોક્સના સ્થાને બધા રેકોર્ડિંગ રીયલ ટાઈમથી સીધા ગ્રાઉન્ડ સ્ટેશન પર થયા કરે. એયર ટુ ગ્રાઉન્ટ સિસ્ટમની મદદથી સમય સર વાતચીત થતી હોવાથી દુર્ઘટના ટાળી પણ શકાય છે.
બ્લેક બોક્સથી નિકળનારા ડેટાનું વિશ્લેષણ કરવામાં અઠવાડિયા બે અઠવાડિયા નિકળી જાય છે. જો રીયલ ટાઈમ રેકોર્ડિંગ હોય તો વિષ્લેશણ જલ્દીથી જલ્દી થઈ શકે છે. દુનિયા ભરની વાયુસેના અને એવિએશન કંપનીઓ આ કરવાથી કતરાય છે. કારણ કે એયર ટુ ગ્રાઉન્ટ સિગ્નલ ફુલ પ્રુફ નથી. જો મહત્વના સમયે સિગ્નલમાં કોઈ સમસ્યા આવે તો મોટા પ્રમાણમાં ડેટા ગુમ થવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે