શિયાળીની મોસમ બરાબર જામી છે અને ઠંડીનો પારો ગગડી રહ્યો છે, ત્યારે ઠંડીની સીધી અસર સ્કિન ઉપર થાય છે. જેમ જેમ ઠંડી વધે તેમ તેમ સ્કિન ડ્રાય થતી થાય છે. અને એમાં પણ ખાસ કરીને શિયાળાની ઋતુમાં હોઠ ખૂબ જ સૂકા અને ફાટી થઈ જાય છે. હોઠ પર ડ્રાયનેસ એટલી વધી જાય છે કે ક્યારેક હોઠમાંથી લોહી નીકળવા લાગે છે. આ સિઝનમાં હોઠની ખાસ કાળજી લેવી જરૂરી છે. શિયાળાની ઋતુમાં પણ હોઠ કોમળ રહે તે માટે જરૂરી છે કે તમે શિયાળામાં હોઠની ખાસ કાળજી લો.
ખુબ પાણી પીવો
સામાન્ય રીતે લોકો શિયાળામાં પાણી પીવાનું ઓછું કરી દે છે પરંતુ તેનાથી મુશ્કેલીઓ વધી જાય છે. શરીરમાં પાણીની કમીના કારણે હોઠ ડ્રાય અને ફાટી જાય છે. એટલે શિયાળો હોય કે ઉનાળો પણ પાણી ભરપૂર પીવાનું રાખો તેના સ્કિનની સમસ્યામાં રાહત મળશે.
નારિયળનું તેલ લગાવો
હોઠનો સીધો સંબંધ નાભિ સાથે છે. જો તમે ડ્રાય હોઠથી પરેશાન છો તો રાત્રે સૂતા પહેલાં નાભિમાં દેસી ઘી અથવા નારિયળ તેલ લગાવો. નારિયળ તેલ નાભિમાં લગાવવાથી ફાટેલા હોઠ સરખા થઈ જાય છે અને હોઠ પર નમી રહે છે.
ગુલાબની પાંખડીનો ઉપયોગ
શિયાળામાં જો હોઠ ડ્રાય થઈ ગયા હોય તો દેસી ગુલાબની પાંખડીઓને પલાળીને હોઠ પર લગાવો. જો આવું તમે દરરોજ કરશો તો હોઠ નેચરલી ગુલાબી થઈ જશે. સાથે જ હોઠ પર ગ્લો આવી જશે. હોઠ પરની ડ્રાયનેસ પણ જતી રહેશે. રાત્રે સૂતા પહેલાં ગુલાબની પાંખડીને હોઠ પર લગાવી દો.
માખણ લગાવો
જો તમે ડ્રાય હોઠથી પરેશાન છો તો રાત્રે સૂતા પહેલાં હોઠ પર સફેદ માખણ લગાવો. સફેદ માખણના બદલે ઘી પણ લગાવી શકો છો. જો આ પણ ન કરી શકો તો પેટ્રોલિયમ જેલી વાળી ક્રિમ લગાવો. તેનાથી હોઠ પર નમી આવી જશે અને હોઠ ગુલાબી અને મુલાયમ રહેશે.