વિદેશમાં જઇને કમાણી કરવી એ મોટાભાગના ગુજરાતી પરિવારના સભ્યોનુ સ્વપ્ન હોય છે અને પોતાનું આ સ્વપ્ન પૂર્ણ કરવા તેઓ કાયદેસર કે ગેરકાયદેસર પણ વિદેશ જતાં ખચકાતા નથી, ત્યારે હાલમાં આવો જ એક કલોકના ડિંગુચાનો પટેલ પરિવાર ગેરકાયદે અમેરિકા જવાની લાયમાં મોતને ભટ્યો છે.
સમગ્ર ઘટના પર જનર કરીએ તો કેનેડા અને અમેરિકાની ઉત્તરીય બોર્ડર પર આવેલું ઇમર્સન.. એ બોર્ડર જેને પસાર કરીને ગેરકાયદેસર રીતે કેનેડામાંથી અમેરિકામાં પ્રવેશવા અનેક લોકો જાય છે. આવો જ એક કલોલનાં ડિંગુચાનો પટેલ પરિવાર પણ ફ્લોરિડાનાં એક વ્યક્તિને નાણાં આપીને આ બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશવાનું સપનું સાકાર કરવા આવ્યો હતો, જગદીશ પટેલ, વૈશાલી પટેલ અને તેમનાં બે સંતાનો કેનેડા ગયા અને ત્યાંથી ગેરકાયદે અમેરિકા જવા નિકળ્યા હતો પણ તેમને ક્યાં ખબર હતી કે આ તેમની જીંદગીની આખરી સફર બની રહેશે. બોર્ડર ટાઉનથી વાન પડતી મૂકીને 15 લોકો સાથે આ પરિવારે ચાલવાનું શરૂ કર્યું હતું, 11 કલાક કડકડતી ઠંડીમાં રાત્રીનાં અંધકારમાં એક પુરુષ, એક સ્ત્રી એક 12 વર્ષની દિકરી અને એક 3 વર્ષનું નાનું બાળક બાકીનાં લોકોથી વિખુટા પડી ગયા અને કોઇ પણ હાડમાંસનો બનેલો વ્યક્તિ સહન ન કરી શકે તેવી ઠંડીમાં પુરતા ગરમ કપડાનો અભાવ અને 11 કલાક ચાલ્યાનો થાક આ પરિવાર પર ભારે પડી ગયો. આ પરિવાર બોર્ડ ક્રોસ કરે એ પહેલાં જ બોર્ડરથી માત્ર 30 ફૂટ દૂર આ પરિવાર ઠંડીમાં થીજીને મોતને ભેટ્યો. 19 જાન્યુઆરીએ પોલીસને હાથ તેમનાં મૃતદેહ લાગ્યા જે 4 કલાકની જહેમત બાદ બરફમાંથી કાઢવામાં આવ્યા હતા. તેમની બેગમાંથી કપડાં, ડાયપર, રમકડાં, બાળકોની દવાઓ મળી આવ્યા છે, પોલીસ રિપોર્ટમાં કહેવાયું છે કે તેઓ અંદર અંદર ગુજરાતીમાં વાત કરતા હતા અને ભાંગ્યુ તૂટ્યું અંગ્રેજી બોલતા હતા..
અમેરિકા અને કેનેડા બંને દેશોએ આ ઘટનાને ખુબ જ દુઃખદ કરુણાંતિકા ગણાવીને તપાસ આદરી છે. ત્યારે ભારતનાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે કે કેનેડા-અમેરિકાની બોર્ડર પર એક બાળક સહિત ચાર ભારતીયોએ પોતાનાં જીવ ગુમાવ્યા તે ખુબ દુઃખની વાત છે. અમેરિકા અને કેનેડામાં રહેલાં ભારતીય રાજદૂતોને આ સ્થિતિ વિશે વાકેફ કર્યા છે. એક પરિવારને બોર્ડર પાસ કરાવવાનાં નાણાં લઇને તેમને કાતિલ ઠંડીમાં પોતાનાં હાલ પર છોડી દેનાર એ એજન્ટની ધરપકડ તો થઇ ગઇ છે.