spot_img

આ તે કેવી દોસ્તી: અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા મૃતદેહને કરાવી બાઇક રાઇડ!

સાઉથ અમેરિકાના ઇક્વાડોરમાં લોકો ત્યારે હેરાન રહી ગયા જ્યારે એક ગ્રુપે પોતાના દોસ્તના મૃતદેહને લઇને બાઇક પર ફરતા જોવા મળ્યા હતા. આ ગ્રુપે દોસ્તના મૃતદેહને કબરમાંથી નિકાળ્યો અને બાઇક પર મુકી અને રસ્તા પર નિકળી પડ્યા હતા.

‘ડેલી મેલ’ના રિપોર્ટ પ્રમાણે 21 વર્ષિય એરિક સડેનો નામના યુવકનું થોડા દિવસો પહેલાં જ મોત નિપજ્યું હતું. ત્યારે એરિકના દોસ્તો તેની અંતિમ વિધી પર જઇ શક્યા નહોતા. તેમના મિત્રોનું કહેવું છે કે મૃતક એરિક સડેનોને બાઇક રાઇડ ખૂબ જ પસંદ હતી. આ જ માટે તેના મિત્રોએ તેની લાશને કબરમાંથી બહાર કાઢી અને બાઇક પર રાઇડ કરાવવા માટે લઇ ગયા હતા. આ બાઇક રાઇડ માટે તેના મિત્રોએ એરિકના પરિવારની પરમીશન લીધી હતી અને ત્યારબાદ એરિકના શબને બાઇક રાઇડ કરાવી હતી. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોએ વીડિયો અને ફોટો ઉતાર્યા હતા.

‘ડેલી મેલ’ના રિપોર્ટ પ્રમાણે રોડ પર લગભગ સાત લોકોનું એક ગ્રુપ બાઇક લાશને લઇને નિકળ્યું હતું. જેમાં એક બાઇક પર ત્રણ લોકો બેઠા હતા અને વચ્ચે એરિકનો મૃતદેહ મુક્યો હતો. આ મિત્રોનું ગ્રુપ તેના મૃતક મિત્રની અંતિમ ઇચ્છાપૂર્ણ કરતા હતા. આ મિત્રોએ મૃતક એરિકના કબર પર દારૂનો છંટકાવ કર્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને બાઇકની રાઇડ કરાવવી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles