spot_img

અનુષ્કા શર્માથી લઇને બોલિવૂડના આ સેલેબ્સે બ્યુટી ટ્રિટમેન્ટના ચક્કરમાં બગાડ્યો પોતાનો ચહેરો

બોલિવૂડ સેલેબ્સ એમની આગવી સ્ટાઇલ માટે અનેક રીતે ફેમસ છે. જો કે ફેશનની આ દુનિયામાં અનેક બોલિવૂડ સેલેબ્સે અનેક અવનવી રીતો અપનાવીને પોતાને બીજા કરતા સ્માર્ટ દેખાડવાનો પ્રયત્ન કરતી હોય છે. જો કે સ્માર્ટનેસના ચક્કરમાં અનેક બોલિવૂડની હિરોઇનો બ્યુટી ટ્રિટમેન્ટ કરાવતી હોય છે. પરંતુ આ પ્રકારની ટ્રિટમેન્ટ કરાવ્યા પછી અનેક સેલેબ્સને પસ્તાવાનો વારો આવ્યો છે. ઘણી અભિનેત્રીઓનો તો આ કારણે ચહેરો પણ બગડી ગયો છે. આમ, આ લિસ્ટમાં ઇશા ગુપ્તાથી લઇને અનુષ્કા શર્માનું નામ છે.

અનુષ્કા શર્મા

2014માં કોફી વિથ કરણમાં દર્શકોએ અનુષ્કા શર્માના હોઠ પર ધ્યાનથી જોયું તો અનેક પ્રકારની પોલ ખુલી ગઇ હતી. આ સમયે અનુષ્કાના હોઠ ઘણાં અલગ જોવા મળ્યા હતા. ત્યાર પછી 2016માં અનુષ્કાએ આ વાત સ્વિકારી કે તેને લિપ સર્જરી કરાવી છે. જો કે અનુષ્કા શર્મા આજે પણ અનેક લોકોના દિલમાં રાજ કરે છે.

આયેશા ટાકિયા

રિપોર્ટના જણાવ્યા અનુસાર આયેશા ટાકિયાએ પણ લિપ સર્જરી કરાવી છે. માનવામાં આવે છે કે લિપ સર્જરી પહેલા આયેશાનો ફેસ ખૂબ જ ક્યૂટ લાગતો હતો પરંતુ સર્જરી પછી ચહેરો બગડી ગયો છે. આ કારણે આયેશા ઘણી વાર ટ્રોલ પણ થઇ ચુકી છે

દિશા પટણી

ઉલ્લેખનીય છે કે, દિશા પટણીએ જ્યારથી નાકની સર્જરી કરાવી છે એ પછી એનો ચહેરો પહેલા કરતા સાવ જ બદલાઇ ગયો છે. જો કે આ સમયે દિશાને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે ફની કમેન્ટ પણ ખૂબ પ્રમાણમાં કરી હતી.

ઈશા ગુપ્તા

લિપ સર્જરીમાં ઇશા ગુપ્તાનું નામ પણ આવી ચુક્યુ છે. ઈશા ગુપ્તાએ જ્યારે લિપ જોબની ટ્રિટમેન્ટ કરાવી ત્યારે અનેક રીતે યુઝર્સે ટ્રોલ કરી હતી. જો કે ઈશા ગુપ્તાએ આ વાત સ્વિકારી નહોતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles