ડ્રગ્સ કેશમાં શાહરૂખખાનના દિકરા આર્યન ખાનની સુનાવણી હવે 20મી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.. હાલમાં દિકરા આર્યનને જેલની બહાર નિકળવા માટે શાહરૂખખાન લીગલ એક્સપર્ટસ અને નજીકના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો છે… તો બીજી તરફ ગૌરી ખાન પણ દિકરાને જેલની બહાર નિકળવા માટે વ્રત અને ઉપવાસ કરી રહી છે.. ત્યારે ગૌરી ખાનના નજીકના સૂત્રોઓનું કહેવું છે કે હાલમાં ગૌરી ખાને મીઠી વસ્તુ નહીં ખાવાની બાધા લઇ લીધી છે.. જ્યાં સુધી આર્યન જેલ બહાર નહીં આવે ત્યાં સુધી ગૌરી ખાન અને શાહરૂખ બંને તમામ પ્રયાસો કરી રહ્યા છે.. તો બીજી તરફ સલમાનખાન પણ સતત શાહરૂખના સંપર્કમાં છે.. ત્યારે જોવું એ રહ્યું કે 20મી ઓક્ટોબરે આર્યન ડ્રગ્સ કેસમાં શું નિર્ણય આવે છે…