ટી-20 લીગની આગામી સીઝનથી 8ની જગ્યાએ 10 ટીમ મેદાનમાં ઉતરશે. લખનઉં સિવાય અમદાવાદ પણ લીગ સાથે જોડાયેલી છે. 8 ટીમોએ 27 ખેલાડીઓને રિટેન કર્યા છે. જાન્યુઆરીમાં મેગા ઓક્શન યોજાઇ શકે છે.
ગૌતમ ગંભીર પોતાની કેપ્ટન્સીમાં કેકેઆરને 2 વખત ચેમ્પિયન બનાવી ચુક્યો છે. તે બાદ ટીમ ક્યારેય પણ કોઇ ખિતાબ જીતી શકી નથી. આ સિવાય તે 2 વર્લ્ડકપનો ખિતાબ પણ જીતી ચુક્યો છે. ટીમ ઇન્ડિયાએ 2007માં ટી-20 વર્લ્ડકપ અને 2011માં વન ડે વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. બન્ને ટૂર્નામેન્ટની ફાઇનલમાં ગંભીરે યાદગાર ઇનિંગ્સ રમી હતી. હવ તે લખનઉં ટીમને તૈયારીમાં મદદ કરશે. ટીમ પ્રથમ વખત લીગમાં ઉતરી રહી છે.
લખનઉં ફ્રેન્ચાઇઝીએ ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન એન્ડી ફ્લાવરને મુખ્ય કોચ બનાવ્યા છે. આ પહેલા તે પંજાબ કિગ્સના આસિસ્ટન્ટ કોચ હતા. ટીમના માલિક સંજીવ ગોયન્કાએ ગંભીરના ટીમ સાથે જોડાવાની પૃષ્ટી કરી દીધી છે. આ સિવાય પૂર્વ વિકેટકીપર વિજય દહિયા આસિસ્ટન્ચ કોચ તરીકે ટીમ સાથે જોડાશે. તે હજુ ઉત્તર પ્રદેશ ટીમના હેડ કોચ છે.
જાન્યુઆરીમાં યોજાનાર મેગા ઓક્શન પહેલા ટીમ ત્રણ ખેલાડીઓને પોતાની સાથે જોડી શકે છે. જાણકારી અનુસાર, કેએલ રાહુલ ટીમના કેપ્ટન બનવા જઇ રહ્યા છે. તે ગત સીઝનમાં પંજાબ કિંગ્સના કેપ્ટન હતા પરંતુ તેમણે ખુદને ટીમથી અલગ કરી લીધા છે. પંજાબે તેમણે રિટેન પણ કર્યા નથી.