સસ્તા રિચાર્જ પ્લાનના નામ પર ટેલીકોમ કંપનીઓની પાસે પ્લાનનું એક લાંબુ લિસ્ટ હાજર છે. પરંતુ કિંમતના મામલામાં સરકારી કંપની BSNL, જિયો, એરટેલ કે વોડાફોન-આઇડિયામાંથી લગભગ કોઈ કંપની ટક્કર આપી ન શકે. BSNLના આવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે 110 રૂપિયાથી ઓછી કિંમતમાં 50 દિવસની વેલિડિટી ઓફર કરે છે. માત્ર વેલિડિટી જ નહીં આ પ્લાનમાં યૂઝર્સને ડેટા અને કોલિંગની સુવિધા પણ મળે છે. પ્લાનની કિંમત 107 રૂપિયા છે. આ પ્લાન તે લોકો માટે ખાસ રહી શકે છે, જે ઓછી કિંમતમાં પોતાના નંબરને ચાલુ રાખવા ઈચ્છે છે.
- BSNL નો 107 રૂપિયાવાળો પ્લાન
BSNLએ 107 રૂપિયાના રિચાર્જને પોતાની વેબસાઇટ પર પ્લાન એક્સટેન્શનની કેટેગરીમાં રાખ્યો છે. આ રિચાર્જમાં તમને 50 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. ઈન્ટરનેટ માટે તેમાં 3GB ડેટા અને કોલિંગ માટે 200 મિનિટ્સ મળે છે. આ સિવાય 50 દિવસ માટે BSNL ટ્યૂન્સની પણ સુવિધા ફ્રી મળે છે.
- Jio ના પ્લાન સામે ટક્કર
જો રિલાયન્સ જિયોની વાત કરીએ તો તેની પાસે આ કિંમત રેન્જમાં 155 રૂપિયાનો પ્લાન આવે છે. આ પ્લાનમાં માત્ર 28 દિવસની વેલિડિટી સાથે 2GB ડેટા મળે છે. તેમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 300 SMS આપવામાં આવે છે. આ સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.
- Airtel-Vi નો પ્લાન
આ પ્રકારની સુવિધાઓ સાથે જ્યાં એરટેલના પ્લાનની કિંમત 455 રૂપિયા છે તો વોડાફોન-આઈડિયા 459 રૂપિયામાં આ સુવિધા આપી રહ્યું છે… આ બંને પ્લાન 84 દિવસ માટે 6GB ડેટા અને વોઇસ કોલિંગની સુવિધા આપી રહ્યાં છે. એરટેલના પ્લાનમાં કુલ 900 SMS અને વોડાફોન-આઈડિયાના પ્લાનમાં 1000 SMS આપવામાં આવે છે.
- જિયોનો 395 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 400 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી મળે છે. 84 દિવસની વેલિડિટીવાળો આ જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. તેમાં તમને 6જીબીGB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે 100 SMS મોકલવાની સુવિધા મળે છે. આ સિવાય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે.