ફ્લિપકાર્ટ પર ઇલેક્ટ્રોનિક, મોબાઇલથી લઇને ફેશન પ્રોડક્ટ્સ પર ઘણી જોરદાર ઓફર મળી રહી છે. ફ્લિપકાર્ટ પર બજેટ ધમાકા સેલ ચાલી રહ્યો છે. જેમાં આજે એટલે કે 12 જાન્યુઆરીએ સેલનો આખરી દિવસ છે. આ સેલમાં ખાસ કરીને ફેશન પ્રોડક્ટ પર ઓફર આપવા માટે રાખવામાં આવ્યો છે. ગ્રાહકોને કપડા, ફૂટવિયર અને એસેસરી જેવી વસ્તુઓ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
શૂઝમાં મેળવો 80 ટકા ડિસ્કાઉન્ટ
સેલમાં યુવતીઓ પોતાની મનપસંદ સેન્ડલ લેવા માંગે છે તો તેમને હિલ્સ અને શૂઝ પર 40 થી 80 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. કેશ્યુલ શૂઝમાં ઓછામાં ઓછું 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલમાં જેકેટ્સ અને ટી શર્ટ જેવા સામાન પર 50 થી 80 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. સેલમાં શર્ટ અને ટ્રાઉઝર ઉપર પણ 80 ટકા સુધીની છૂટ મળી શકે છે. સ્પોર્ટ્સ શૂઝ 40 થી 70 ટકા સુધીની છૂટ પર ખરીદી કરી શકો છો. કુર્તા, સાડી ઉપર 60 થી 80 ટકા સુધીની છૂટ મળી શકે છે.
સ્માર્ટ વોચ ઉપર પણ ડિસ્કાઉન્ટ
સેલ વોચ ઉપર પણ ઓફર છે. સેલમાં બ્રાન્ડેટ શાનદાર સ્માર્ટ વોચને 80 ટકા ડિસ્કાઉન્ટ પર ખરીદવામાં આવી શકે છે. બેલ્સ, સનગ્લાસ જેવી એસેસરી પર 90 ટકા સુધીની છૂટ મળી રહી છે. ફ્લિપકાર્ટના આ સેલમાં બાળકોના જેકેટ અને ટી શર્ટ 50 થી 80 ટકાના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે. બેગ્સ અને હેડબેગ્સ પર 50 થી 70 ટકા ડિસ્કાઉન્ટની ઓફર છે.
Flipkart બજેટ ધમાકા સેલમાં કપડા, ફૂટવિયર પર ઘણું સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 90 ટકા સુધી ડિસ્કાઉન્ટની ઓફર છે. સેલમાં ઇઝી રિટર્ન, કેશ ઓન ડિલિવરી જેવા ઓપ્શન પણ ઉપલબ્ધ છે. Flipkart એ આ સેલ ફક્ત બે દિવસ માટે જ રાખ્યો હતો. જેમાં આજે છેલ્લો દિવસ છે.