તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટુ કાકાનું નિધન થયુ છે. નટુ કાકા ઉર્ફ ઘનશ્યામ નાયકને કેન્સર હતુ. નટુ કાકાના નિધનના સમાચાર પર એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી અને તેમના ફેન્સ દુખી થયા છે. ઘનશ્યામ નાયકે 1 વર્ષ કેન્સર સામે લડાઇ લડી હતી. તે સારા થયા અને કામ પર પરત ફર્યા હતા પરંતુ આ વર્ષે માર્ચમાં ફરી તેમની સ્થિતિ બગડી ગઇ હતી. અંતિમ સમયમાં તે ખુદને પણ ઓળખી શકતા નહતા.
ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે જણાવ્યુ, તેમના 9 કિમોથેરેપી સેશન્સ થયા હતા. 5 ગત વર્ષે અને 4 આ વર્ષે. તે બાદ 30 રેડિએશન સેશન્સ પણ થયા હતા. એવુ લાગી રહ્યુ હતુ કે કંટ્રોલ થઇ રહ્યુ છે પરંતુ માર્ચ 2021માં તેમના ચહેરા પર સોજો આવી ગયો હતો. અમને લાગ્યુ કે રેડિએશનની અસર હશે પરંતુ ટેસ્ટમાં ખબર પડી કે કેન્સર તેમના લંગ્સમાં ફેલાઇ ગયુ હતુ.
શૂટિંગ પર પરત ફર્યા
એપ્રિલ 2021માં ફરીથી કીમો શરૂ થયુ ત્યારે 4 સેશન્સ 2021માં થયા હતા. આ જૂન સુધી ચાલ્યા પરંતુ સોજો ઓછો થયો નહતો. વિકાસે જણાવ્યુ કે તેમના પિતા કામની જીદ કરીને તારક મહેતાની શૂટિંગ માટે ગયા હતા અને એક એડ પણ શૂટ કરી હતી. જ્યારે ફરી ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે કેન્સર બીજા બોડી પાર્ટ્સ સુધી ફેલાઇ ચુક્યો છે.