ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ફૅમ એક્ટર નીલ ભટ્ટે 30 નવેમ્બરના રોજ ઉજ્જૈનમાં લગ્ન કર્યાં હતાં. નીલે સિરિયલમાં પાખીનું પાત્ર ભજવતી ઐશ્વર્યા શર્મા સાથે લગ્ન કર્યા છે. લગ્નના પાંચ દિવસ બાદ બંનેની બેડરૂમ તસવીરો વાઇરલ થઈ છે.
નીલ તથા ઐશ્વર્યાએ બેડરૂમની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરોમાં બંને પલંગ પર જોવા મળે છે. આ તસવીરો શૅર કરીને બંનેએ કેપ્શન આપ્યું હતું, ‘ઝરા ઝરા… લગ્ન બાદ નીલ-ઐશ્વર્યાએ મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. રિસેપ્શનમાં બોલિવૂડ એક્ટ્રેસ રેખા ખાસ હાજર રહી હતી.