પ્રેમમાં સદા આપવાની ભાવના હોવી જોઈએ નહી કે મેળવવાની. આપવાની ભાવના સાથે કરેલો પ્રેમ સબંધ સદા સફળ થાય છે. જો કે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુરામાં એક વર્ષ પહેલાં શરૂ થયેલો પ્રેમ સબંધનો અંત ખુબ જ ભયાનક રીતે આવ્યો
મંગળવારે સંજેલીના ભાણપુર ગામે જંગલમાંથી એક યુવતીની અર્ધ સળગેલી અને હત્યા કરાયેલી લાશ મળી . પોલીસે યુવતીની ઓળખ કરી તેના પરિવારજનોનો ઘટના વિશે જાણ કરી. યુવતીના પિતાએ સીધો આરોપ મેહુલ પરમાર નામના યુવક પર લગાવ્યો હતો.
પોલીસે પિતાની શંકાના આધારે મેહુલ પરમારને શોધી તેની પૂછપરછ માટે બોલાવ્યો હતો. જો કે પૂછપરછમાં મેહુલે યુવતીની હત્યા કર્યાની કબુલાત કરી લીધી હતી. આરોપી અને મૃતક યુવતી વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ, મૃતકે છેલ્લા બે મહિનાથી આરોપી સાથે બોલવાનું બંધ કરી બ્રેકઅપ કરવાની વાત કરતા મેહુલ ઉશ્કેલાયો હતો અને યુવતીની હત્યા નિપજાવવાનો પ્લાન ઘડ્યો હતો.
મેહુલે તેના બે સગીર મિત્રોની સાથે મળીન યુવતીને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર રચ્યુ હતુ. મેહુલ તેના બે સગીર મિત્રો પોતાની બાઈક લઈને વાંદરીયા ગામે આવ્યાં હતાં. ગામે પહોંચીને મેહુલે યુવતીને ફોન કરીને મળવા માટે બોલાવી હતી. પ્રેમીને એટલા જ વિશ્વાસથી મળવા યુવતી એક્ટીવા લઈ પ્રેમી પાસે પોહંચી હતી.
યુવતી સાથે શરૂઆતમાં શાતિથી વાતની શરૂઆત કર્યા બાદ મેહુલે યુવતીને પાછળની ભાગે છરી મારી અને યુવતી તુરંત ઢળી પડી. જમીન પર પડેલી પ્રેમીકા ત્યાં સુધી જીવતી હતી. પ્રેમીકા જીવતી હતી પણ હત્યાના ઈરાદે આવેલા મેહુલે ગળું દબાવીને પ્રેમીકા શ્વાસ રોકી લીધા હતા.
પોલીસ પકડી ન લે એટલા માટે લોહીવાળી છરી નજીકના તળાવમાં ફેકી દીધી હતી. લાશને ઠેકાણે લગાવવા માટે આરોપીએ પોતાનું જેકેટ મૃતક યુવતીને પહેરાવી બે સગીર મિત્રોની મદદથી યુવતનીને એક્ટીવા પર બેસાડી સંજેલી રોડ ઉપર સુમસામ માર્ગ ઉપર લઈ આવ્યા.
રસ્તામાં આવતા પેટ્રોલ પંપ પરથી બે બોટલોમાં પેટ્રોલ ખરીદ્યું હતું.ત્યારબાદ મૃતક યુવતીને ભાણપુરા જંગલમાં લઈ ગયાં હતાં અને પથ્થરોની વચ્ચે લાશને સંતાડી મૃતકના મોંઢા ઉપર જ્વલશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી ચહેળો સળગાવી દીધો.