એક છોકરાએ સોશિયલ મીડિયા પર પોતાની ગર્લફ્રેન્ડ અંગે વિચિત્ર વાત જણાવી હતી. છોકરાએ કહ્યું કે તેની ગર્લફ્રેન્ડ બે સપ્તાહમાં ફક્ત એક જ વાર સ્નાન કરે છે. જેના કારણે તેના શરીરમાંથી દુર્ગંધ આવે છે. મજબૂરીમા તેને અલગ સોફા પર સૂવું પડે છે.
મિરર યુકેના રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને લઇને અનેક ખુલાસાઓ કર્યા છે. જોકે, છોકરાએપોતાની ઓળખ છૂપાવી હતી. તેણે કહ્યું કે તેની ગર્લફ્રેન્ડમાંથી એટલી દુર્ગંધ આવે છે કે તેને અલગ સોફા પર સૂવું પડે છે.
છોકરાએ કહ્યું કે તેની ગર્લફ્રેન્ડ 15 દિવસમાં એક જ વાર સ્નાન કરે છે એટલે કે મંહિનામાં બે જ વાર ન્હાય છે. આ કારણે તેના શરીરમાંથી દુર્ગંધ આવે છે. જોકે છોકરાએ પોતાના નામનો ખુલાસો કર્યો નહોતો. તે ત્રણ વર્ષથી રિલેશનમાં છે. પહેલા તેઓ અલગ અલગ રહેતા હતા. જ્યારે સાથે રહેવાનો નિર્ણય કર્યો તો છોકરો તેની ગર્લફ્રેન્ડની આદતના કારણે પરેશાન છે. છોકરાએ કહ્યું કે હું તેને પ્રેમ કરું છું પરંતુ હું નહોતો જાણતો કે તે ઘણા દિવસ સુધી ન્હાતી નથી.
છોકરાએ કહ્યું કે જ્યારે મે આ મામલે ગર્લફ્રેન્ડ સાથે વાત કરી તો તે નારાજ થઇ ગઇ. બાદમાં અનેક દિવસો સુધી બંન્નેએ એકબીજા સાથે વાત પણ ના કરી. છોકરાના પોસ્ટ પર અનેક યુઝર્સે કોમેન્ટ કરી હતી. ઘણાએ તેને બ્રેકઅપની સલાહ આપી તો ઘણાએ ગર્લફ્રેન્ડને સમજાવવાની સલાહ આપી હતી.