બાળકના જન્મ પછી તેની કેર કરવામાં કોઈપણ માતા પિતા કમી નથી રાખતા. જો કે ઘણીવાર બાળક માતા પિતા આપતા ફુડને લેતાં નથી. જેના કારણે તેમની શરીરમાં સમસ્યા ઉભી થાય છે. બાળકનું ડાયટ સારું ન હોય એટલે ગ્રોથમાં પણ અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ થાય છે. હેલ્થ એક્સપર્ટ કહેવા પ્રમાણે પેરેન્ટ્સે બાળકોના ડેઇલી રૂટિનમાં અનેક વસ્તુઓને સામેલ કરવી જોઇએ. જેથી કરીને તેને હાઇટને લઇને કોઇ પ્રશ્ન ના થાય. આજે અમે તમને કેટલીક હેલ્ધી વસ્તુઓ વિશે જણાવીશું જેથી કરીને તમારા બાળકની હાઇટમાં વધારો થાય અને બીજા કરતા ઓછી હાઇટ પણ ન રહે.
લીલા શાકભાજી
શિયાળામા અનેક લીલા શાકભાજી આવતા હોય છે. લીલા શાકભાજીમાં ફાઇબર, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા અનેક ગુણો હોય છે. તમારા બાળકના ડેઇલી રૂટિનમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. લીલા શાકભાજી બાળકને ખવડાવવાથી પેટને લગતી અનેક તકલીફો પણ દૂર થાય છે. આનાથી હાડકાં પણ મજબૂત બને છે.
શક્કરિયા
શક્કરિયા તો નાના બાળકોથી લઇને મોટા ખાવાની આદત પાડવી. શક્કરિયા અનેક પ્રકારના વીટામીનથી ભરેલા હોય છે. જો તમારા બાળકની હાઇટ ઓછી હોય તો ડાયટમાં શક્કરિયાને અચુક ઉમેરો. જો તમે રેગ્યુલર બાળકને શક્કરિયા ખવડાવશો તો તેની હાઇટ સારા એવા પ્રમાણમાં વધશે અને પેટમાં થતા કૃમિઓમાંથી પણ છૂટકારો મળી જશે.
ઇંડા
બાળકની હાઈટ અને સારો ગ્રોથમાં કરવા ડાયટમાં ઇંડાને અચુક સામેલ કરો. ઇંડામાં ઓમેગ-3 ફેટી એસિડ રહેલું છે. આ સિવાય પ્રોટીન જેવા અનેક બીજા પોષક તત્વો પણ રહેલા હોય છે. અઠવાડિયામાં તમારા બાળકને 2-3 વાર ઇંડા ખવડાવવાની આદત રાખો. ઇંડા ખાવાથી બાળકની હાઇટને લગતા પ્રશ્નોનું દુર થશે.