ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોરોના સંક્રમિત થયો છે. મેક્સવેલ બિગ બેશ લીગમાં મેલબર્ન સ્ટાર્સનો કેપ્ટન છે. તે પોતાની ટીમનો 13મો ખેલાડી છે જે કોવિડ પોઝિટિવ આવ્યો છે. આની પહેલા મેલબર્ન સ્ટાર્સના 12 ખેલાડી અને 8 સપોર્ટિંગ સ્ટાફ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
મેલબર્ન સ્ટાર્સે પોતાના નિવેદનમાં કહ્યું કે અમારા કેપ્ટન મેક્સવેલે મંગળવારે એન્ટીજન ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો છે. હવે અને તેનો RT-PCR ટેસ્ટ કર્યો છે અને તેને આઈસોલેશનમાં રાખ્યો છે. આ અગાઉ બ્રિસ્બેન હીટ ટીમના ખેલાડી રેપીડ એન્ટીજન ટેસ્ટ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. જેના કારણે બિગ બેશ લીગની 3 મેચનું શિડ્યૂલ અંતિમ સમયે બદલવું પડ્યું હતું.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO નિક હોકલે પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. બોર્ડ દ્વારા કહેવાયું હતું કે હોકલેનો PCR ટેસ્ટ કરાયો છે જેમાં તે પોઝિટિવ મળી આવ્યા છે. અત્યારે તે આઈસોલેશનમાં છે અને સ્વાસ્થ્ય પણ સારું છે.