હાલમાં રાજ્યમં ખૂબ કાતિલ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે, તમામ લોકો ઠંડીમાં ઠુઠવાઇ રહ્યા છે. ત્યારે ભગવાનને પણ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે અને એટલા જ માટે ભગવાનને પણ ગરમ કપડા પહેરાવવામાં આવ્યા છે. અમદાવાદમાં આવેલા સૌથી પ્રચલીત જગન્નાથ મંદિરમાં ભગવાનને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ત્યારે ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે ભક્તોને ભીડ જામી છે.
અમદાવાદ ખાતે આવેલા જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને લાલ રંગના સ્વેટર અને શાલ ઓઢાડવામાં આવી છે, દર વર્ષે જગન્નાથ મંદિરમાં મોસમને અનુરૂપ શૃંગાર, ભોગ, વસ્ત્રો પરિધાનઆદિ અર્પણ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા બે દિવસથી ભગવાનને ગરમ વસ્ત્રો અને શિયાળાનો ભોગ અર્પણ કરાવામાં આવી રહ્યો છે.