પશ્ચિમ બંગાળના (West Bangal)પૂર્વ વર્ધમાન જિલ્લામાં રહેનાર શેખ હીરા (Shaikh Hira) નામના વ્યક્તિનુ નસીબ રાતોરાત બદલાઈ ગયું. 270 રૂપિયાની લોટરીની ટિકીટ (Lottery Ticket) ખરીદી બપોરે ટિકીટે કરોડપતિ બનાવી દીધો
UP: લોટરીનો નંબર ન લાગ્યો તો પૂજારીની હત્યા કરી નાંખી
નસીબ બદલાતા વાર નથી લાગતી. આ કહેવત એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર માટે સાર્થક થઈ ગઈ છે. રાતો રાત તેની કિસ્મત એવી તે બદલાઈ કે કરોડપતિ બની ગયો. આપણે વાત કરી રહ્યા છીએ પ.બંગાળના વર્ધમાન જિલ્લાના શેખ હીરાની જેમણે સવારે પોતાના ખિસ્સામાં જમાવા માટે રાખેલા 270 રૂપિયા ખર્ચીને લોટરીની ટિકીટ ખરીદી. અને સાંજે ડ્રો થતાં તેમનો નંબર લાગી ગયો તેઓ રૂ.1 કરોડના માલિક બની ગયા
વીજળીના તારથી હવે ઈંટરનેટ ઘરે ઘરે પહોંચાડાશે
ડ્રાઈવર ડ્રોમાં પોતાનો નંબર લાગ્યા બાદ એટલા ખુશ થઈ ગયા. આટલા રૂપિયા કઈ રીતે લેવા અને શું કરવું તેની સલાહ લેવા માટે સીધા પોલીસ સ્ટેશને પહોંચી ગયા. તેમને એવો પણ ડર હતો કે કોઈ તેમના પૈસા પડાવી લેશ અથવા તો તેમની સાથે કોઈ ઠગાઈ કરી લેશે પણ પોલીસે તેમને સમજાવી સકુશળ ઘરે પહોંચાડ્યા. તેમના ઘરની પાસે પણ પોલીસ બંદબસ્ત ગોઠવી દેવાયો.
હનીમુનથી પરત આવ્યા કેટરીના અને વિક્કી જુઓ વીડિયો
શેખની માં કેંસર છે. તેના ઈલાજ માટે શેખને ઘણાં રૂપિયાની જરૂર હતી. હવે અચાનક લોટરી લાગી ગઈ જેનાથી શેખ હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો. હવે તેને આશા છે કે આ પૈસાથી તેમની મા સ્વસ્થ થઈ જશે. ત્યારબાદ જો પૈસા વધશે તો ઘર બનાવવા માટે વાપરશે.
ટિકીટ વેંચનારા શેખ હનિફે આ કિસ્સા પર વાત કરતાં કહ્યું કે તેઓ વર્ષોથી લોટરીની ટીકિટ વેચાણ કરે છે. ઘણાં લોકોને લોટરી લાગે છે. ઘણાંને નથી લાગતી. પરંતુ આજે ટીકિટ લાગી છે તે ખરેખર એક ચમત્કાર જ છે.