ભારતમાં વિદેશમાંથી સોનાની આયાત કરવી હોય તો કસ્ટમ ડ્યુટી ભરવી ફરજિયાત છે. સોના સિવાય પણ મોંઘી વસ્તુઓ વિદેશમાંથી લાવવમાં આવે તેના પર સરકારે નક્કી કરેલા દરના આધારે કસ્ટમ ડ્યુટી લાગે છે. લાવનાર વ્યક્તિએ ભરીને પછી જ લઈ જઈ શકે છે. જો કે ઘણીવાર કસ્મટ ડ્યુટી ન ભરવા માટે લોકો નવા નવા નુસ્ખા અપનાવતા હોય છે.
આવી જ એક ઘટના દિલ્હી અને ગુરુગ્રામમાંથી સામે આવી છે. DRI એ નવી દિલ્હી અને ગુરૂગ્રામમાંથી આશરે રૂ.42 કરોડની કિંમતનુ 85.535 કિલો સોનુ જપ્ત કર્યુ છે. ડીઆરઆઈના જણાવ્યા પ્રમાણે દાણચોરી કરવા માટે નવો નુસ્ખો હતો. સોનાને ફેક્ટરીઓના મશીનના ભાગોમાં બનાવીને લવાઈ રહ્યુ હતુ. ત્યારબાદ સ્થાનિક બજારમાં પહોચાડાઈને તેને ગરમ કરીને ઓગાળીને બાર અથવા નળાકાર આકાર આપી દેવાતો હતો. ઘટનામાં સોના સાથે ચાર વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે દક્ષિણ કોરિયા એક ચીન અને એક તાઈવાનનો આરોપી છે.