spot_img

ખેડૂતો માટે સારા સમાચાર, દર મહિને મળશે 3 હજાર રૂપિયા, આ રીતે કરો રજિસ્ટ્રેશન

ભારતમાં 55થી 60 ટકા જનસંખ્યા ખેતી પર નિર્ભર છે. એવામાં ખેડૂતોના જીવનસ્તરને સુધારવા અને તેમની આવક ડબલ થઇ જાય, તેની માટે સરકાર તરફથી કેટલીક યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના હેઠલ ખેડૂતોને દર વર્ષે 36 હજાર રૂપિયા (દર મહિને 3 હજાર) આપવામાં આવે છે.

પીએમ કિસાન માનધન યોજનાની યોગ્યતા

– 18 વર્ષ અને તેથી વધુ અને 40 વર્ષ સુધીના ખેડૂત આ યોજનામાં સામેલ થઇ શકે છે.
– 2 હેક્ટર સુધીની કૃષિ યોગ્ય ભૂમિ ધરાવતા નાના અને સીમાંત ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
– આ યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમર સુધી પહોચવા પર 3000 રૂપિયા માસિક પેન્શન મળશે.
– ખેડૂતનું મોત થવા પર તેની પત્ની પરિવાર પેન્શનના રૂપમાં પેન્શનના 50% મેળવવાની હકદાર હશે.
– પારિવારિક પેન્શન માત્ર પતિ અથવા પત્ની પર લાગુ થશે.

કેટલુ યોગદાન આપવાનું છે?

ખેડૂતોએ સેવાનિવૃતિની તારીખ (60 વર્ષની ઉંમર) સુધી પહોચવા સુધી પેન્શન ફંડમાં દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા વચ્ચેની રકમ યોગદાન કરવી પડશે. 18 વર્ષની ઉંમરમાં 55 રૂપિયા અને 40 વર્ષની ઉંમરમાં 200 રૂપિયા આપવા પડશે.

કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન

ખેડૂત ભાઇઓએ સૌથી પહેલા પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જવુ પડશે. તે બાદ ત્યા તમામ દસ્તાવેજ જમા કરાવવા પડશે અને બેન્ક એકાઉન્ટની જાણકારી આપવી પડશે. કોમન સર્વિસ સેન્ટર આધાર કાર્ડને તમારા આવેદનપત્ર સાથે લિંક કરવુ પડશે. તે બાદ તમારે કિસાન કાર્ડ કિસાન પેન્શન ખાતા સંખ્યાને તમને સોપવામાં આવશે. આ સિવાય ખેડૂત ભાઇ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર જઇને ખુદ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરી શકે છે.

પીએમ કિસાન માનધન યોજના વિશે અન્ય જાણકારી માટે ખૂડત ભાઇઓએ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર વિજિટ અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરી શકે છે. આ સિવાય જિલ્લા કૃષિ કાર્યાલય પહોચીને પણ તેના વિશે પૂછપરછ કરી શકે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles