પાકિસ્તાન સામે હારબાદ ભારતીય ટીમ જીત માટે તનતોડ મહેતન કરી રહી છે. ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપની બીજી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. ત્યારે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર છે કે હાર્દિક પંડ્યા બોલિંગ કરતો થઇ ગયો છે. જેની કેટલીક તસવીરો BCCIએ ટ્વિટર કરી છે. પાકિસ્તાનની મેચ સામે હાર્દિક પંડ્યાને ઇન્જરી થઇ હતી, જેથી એવું હતું કે આગામી મેચમાં હાર્દિક પંડ્યા બોલિંગ નહીં કરી પરંતુ હાર્દિક પંડ્યા બોલિંગ કરતો જોવા મળશે.