SOUના મુલાકાતે જનારાઓ લોકો માટે સારા સામાચાર છે. લેસર શો (Laser Show) અને આરતીના સમયમાં (Time Change) ફેરફાર કરવામાં આવ્યો છે. લેઝર શો સાંજે 6.45 વાગે અને નર્મદાની આરતી સાંજે 7.30 વાગે યોજાશે. જેનાથી સ્ટેચ્યુ ઓપ યુનિટિની મુલાકાતે આવેલા પ્રવાસીઓને બંન્નેનો લાહ્વો મળી રહે.
નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતી, સ્તવન અને સ્ત્રોતોના મંત્રોચ્ચાર વચ્ચે સાત પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પધ્ધતિથી આરતી થશે. જેમાં મહાઆરતી, નાગઆરતી અને કપૂર આરતીની સમાવેશ કરાશે. મંત્રોચ્ચાર અને શંખધ્વનિ સાથેની આરતીમાં અલૌકિક ધાર્મિક આસ્થાનું વાતાવરણ સર્જાશે. ઘાટ ઉપર સુંદર મનોરમ્ય લાઈટિંગ પણ કરવામાં આવશે.
હાલ બંને આકર્ષણોનો સમય એક હોવાથી પ્રવાસીઓને લાભ મળે તે હેતુસર sou પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો ) અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
sou પ્રોજેક્શન મેપિંગ શો જે હાલમાં સાંજે 7.00 કલાકે યોજાય છે તેના બદલે હવે સાંજે 6.45 કલાકે યોજવામાં આવશે. નર્મદા મહાઆરતી જેનો હાલનો સાંજે 7.00 કલાકે યોજાતી હતી. તેના બદલે સાંજે 7.30 કરવાનો નિર્ણય કરાયો છે. જેથી લેસર શૉ જોયા પછી પ્રવાસીઓ મહા આરતી માં પણ ભાગ લઈ શકશે.
લેસર શો સાંજે 7.15 કલાકે પૂર્ણ થશે અને તુરંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નં -૫ અને ૬ થી તેમજ હેલિપેડ ગ્રાઉન્ડ( જંગલ સફારીની સામે ) નર્મદા ઘાટ સુધી જવા બસ સેવા ઉપલબ્ધ થશે. તેમજ મહાઆરતી પૂર્ણ થયેથી વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા ગોરાથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરાયુ છે .