ભારતની સશસ્ત્ર સેનાઓના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (Bipin Rawat)નું (Helicopter Crash)માં અચાનક નિધન (Death) થઈ ગયુ. જનરલ રાવત 1978થી ભારતીય સેનામાં કમીશન થયા હતા. તેમણે 43 વર્ષની સૈન્ય સેવામાં દેશને સર્વોચ્ચ મિલિટ્રી રેંક સુધીની સફર કરી.
With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident.
— Indian Air Force (@IAF_MCC) December 8, 2021
તામિલનાડુની ઘટનામાં જનરલ બિપિન રાવતનુ અચાનક નિધન થઈ ગયુ. ઘટનાના તમામ સમાચારો વચ્ચે દેશની નજરો નીલગીરી પર્વતની એ જ શિખર પર ટકી રહી. જ્યાં છેલ્લીવાર રાવતને ચોપર ઉડાડતા જોવામાં આવ્યા હતા. ગઢવાલના એક સામાન્ય ગામમાંથી નિકળીને રાયસીનના સૌથી ઉંચા હોદ્દા સુધી પહોંચેલા જનરલ બિપિન રાવત એ વિભુતિ પૂરૂષ તરીકે ઓળખવામાં આવશે. જેને ભારતની સેનાઓને સશક્ત બનાવવા પોતાનું આખુ જીવન આર્પી દીધુ.
NDA નેશનલ ડિફેંસ એકેડમીથી પોતાના સૈન્ય સફરની શરૂઆત કરનારા રાવત આજે બપોરની ઉડાન બાદ રોકાયા નહી, જેના પછી તેમના નિધનનના દુખદ સમાચાર આવ્યા. કાર્યકાળમાં તેઓ ગોરખા રાયફલ્સના જવાનના રૂપમાં જ રહ્યા. ભલે તે ગમે તેટલા હોદ્દા પર સુધી પહોંચ્યા.
ભારત પર ઉઠી તમામ આંખ કાઢી નાંખવામાં આવશે
રાવત જ્યારે પણ સીમાઓ પર પહોચ્યા તેમણે જવાનોના સાહસ વધાર્યુ. ગામમાં પહોચ્યા તો ગામના દિકરા બની ગયા, દિલ્લીથી બેઠા બેઠા પાકિસ્તાનને સીધો જવાબ આપ્યો. સીધી ભાષામાં કહી દીધુ કે ભારત પર ઉઠી તમામ આંખ નિકાળી દેવામાં આવશે.
ના રેંક ગઈ કે ના જનરલ રાવતનું ફોજીપણું
સ્વોર્ડ ઓફ ઓનરથી લઈને પરમ વિશિષ્ટ સેવા મેડલ સુધી, 11 ગોરખા રાઈફલ્સથી દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સુધી, ગઢવાલના ગામથી લઈને કશ્મીરના ઉંચા પર્વત સુધી, જનરલ રાવતે જે રીતે પોતાની વિશાળ જીવન જીવ્યુ તેનાથી તમામ સૈન્યકર્મી માટે એક પ્રેરણાં બનીને શાશ્વત રહેશે. કશ્મીરના ઉરીમાં કર્નલ બિપિન રાવત, સોપોરમે રાવત સાબેહ અને દિલ્લીમાં જનરલ રાવત બન્યા બિપિન રાવત એક ઉન્નત યાત્રા પર ચાલ્યા ગયા છે. પરંતુ ના રેંક ગઈ કે ના જનરલ રાવતનું ફોજીપણું
તે તો ફોજી છે , ફોજી દેશની સુરક્ષાની જવાબદારી હંમેશા ઉઠાવે છે,
જનરલ રાવત હંમેશ યાદ રાખવામાં આવશે, જેમણે પુલવામા હુમલા પછી પાકિસ્તાનને વિધ્વંસની ભાષામાં જવાબ આપ્યો, ચીનને તેની હરકતોમાં નિષ્ફળ બનાવ્યુ, ભારતની ત્રણે સેનાઓ વચ્ચે સમન્વય બેસા઼વા માટે અઢળક નિર્ણયો કર્યા. જનરલ રાવતનું નિધન દેશ માટે અપૂર્ણિય ક્ષતિ છે. એક એવી કમી જે ક્યારે પણ પૂર્ણ નહી થાય. પરંતુ તે તો ફોજી છે , ફોજી દેશની સુરક્ષાની જવાબદારી હંમેશા ઉઠાવે છે,