Google તેની જુની સેવાઓને બંધ કરવા લાગ્યું છે. એક પછી એક google તેની બીજી સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. પહેલાં Googleએ ઇન્ટરનેટ એક્સપ્લોરર બંધ કરવાની જાહેરાત કરી હતી અને હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ સેવા Google Talk Hangoutને બંધ કરવાની જાહેરાત કરી છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. આ પહેલાં પણ માઇક્રોસોફ્ટે તેના સૌથી જૂના બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરરને 27 વર્ષની સેવા બાદ બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે યુઝર્સને તેની આ બધી સેવાઓની જો આદત પડી ગઇ હોય તો તે આદત તમારે સુધારવી પડશે.
Google Talk Hangoutsની જો વાત કરીએ તો આ સેવા વર્ષ 2005માં શરૂ કરવામાં આવી હતી. GTalk ઘણા સમય માટે અટકી ગયું હતું, અને થોડા વર્ષો પહેલા 2017માં વપરાશકર્તાઓને Google Hangouts પર સ્વિચ કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ અહેવાલો પ્રાપ્ત થયા છે કે પિડગીમ અને ગાજીમ જેવી સેવાઓ પર થર્ડ-પાર્ટી એપ્સ દ્વારા આ મેસેજિંગ એપને એક્સેસ કરવામાં આવી રહી હતી, જોકે હવે આ સેવા 16 જૂન 2022થી સંપૂર્ણપણે બંધ કરવામાં આવી રહી છે.
Google એ 2005માં GoogleTalks શરૂ કર્યું, અને તે સમયે તે Skype અને MSN સાથે સીધી સ્પર્ધામાં હતું. કંપનીએ તેમાં વોઈસ અને વીડિયો કોલ ફીચર રજૂ કર્યું છે. આ સેવા થોડા દિવસો સુધી લોકપ્રિય રહી, પરંતુ તે પછી 2017માં લોકોને Google Hangouts પર શિફ્ટ થવાની સલાહ આપવામાં આવી. ટોકના સપોર્ટ પેજ પર, ગૂગલે જાહેરાત કરી છે કે, તે ગૂગલ ટોકને બંધ કરી રહ્યું છે, અને તે હવે થર્ડ પાર્ટી એપ્સને સપોર્ટ કરશે નહીં. 16 જૂન પછી, કોઈપણ જે આ સેવામાં સાઇન ઇન કરવાનો પ્રયાસ કરશે તેને Error દેખાશે.
સાથે જ માઈક્રોસોફ્ટનું લોકપ્રિય વેબ બ્રાઉઝર ઈન્ટરનેટ એક્સપ્લોરર 15 જૂન બંધ કરવામાં આવ્યું છે. ઈન્ટરનેટ એક્સપ્લોરર 27 વર્ષ પહેલા 1995માં PC માટે Windows 95 સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં યુઝર્સને તેનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડતા હતા, બાદમાં તેને દરેક માટે ફ્રી કરવામાં આવ્યું હતું.