દિવાળીના તહેવાર નજીકમાં છે ત્યારે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના હુકમ પ્રમાણે ફટાકડા ફોડવાનું જાહેરનામું બહાર પાડ્યુ છે. જે પ્રમાણે વિદેશથી ફટાકડાની આયાત કરવા પર પ્રતિબંધ છે. તો ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફટાકડા ફોડવાના સમય પણ નક્કી કરાયો છે.
રાત્રે 8થી 10 એમ બે કલાક ફટાકડા ફોડી શકાશે
ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. દિવાળી અને અન્ય તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે. એટલે કે બે કલાકના સમયગાળામાં જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે. જોકે બેસતા વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.
લાયસન્સ ધરાવતા વેપારીઓ જ ફટાકડા વેચી શકશે
સરકાર દ્વારા કરાયેલા જાહેરનામા પ્રમાણે, ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરવાની જ પરવાનગી અપાઈ છે. તે સિવાયના તમામ ફટાકડડા અને વેચાણ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકાયો છે . સાથે માત્ર લાયસન્સ ધારક વેપારીઓને જ ફટાકડાનું વેચાણ કરી શકશે.