ઈન્ટરનેટના જમાનામાં ઘરે બેઠાં બધા કામ થવા લાગ્યા છે. તમારા ટીવીનું બીલ હોય કે પછી ઘરનું લાઈટબીલ કે કારનો હપ્તો. તો ઈન્ટરનેટના જમાનામાં સાયબર ફ્રોડ કરતા લોકો માટે પૈસા મેળવવાનો રસ્તો આસાન થતો જાઈ રહ્યો છે. લોકોને ઓન લાઈન લીંક મોકલી અને કંઈને કંઈ ફાયદાની વાતમાં ઉલઝાવી બેંકોમાંથી બારોબાર નાણા ઉઠાંતરીના કિસ્સા વધી ગયા છે. જેમાં ફક્ત અમદાવાદીઓએ વર્ષમાં 22 કરોડ ગુમાવ્યા છે
આખુ નેટવર્ક છતીસગઢ સહિત અન્ય રાજયમાંથી ચાલે છે. પોલીસ આરોપીઓને શોધવા અન્ય રાજ્યમાં ય જાય છે પણ નામ-સરનામુ ખોટુ હોય છે. એટલે ખાલી હાથે પરત ફરવુ પડે છે. આમ, સમગ્ર કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યુ છે ત્યારે સાયબર ગઠીયાઓ સામે પોલીસને કંઈ નવુ અને પગલુ આગળ વિચારવુ પડશે.
નેટ બેંકિંગના કારણે સાયબર ગઠીયાઓ અનેક ટેકનિક અપવાની લોકોને છેતરી રહ્યા છે. આ કારણોસર જ સાયબર ક્રાઇમ પોલીસ પર ભારણ વધ્યુ છે. જોકે, સાયબર ક્રાઇમ પોલીસ કરતાં સાયબર ગઠીયાઓ વધુ ચાલાક છે કેમકે, લેટેસ્ટ ટેકનીક થકી સાયબર ગઠીયાઓ બેંકમાંથી બારોબાર નાણાં સેરવી લે છે અને લોકો ખબર પણ પડતી નથી. ગુજરાત વિધાનસભામાં ગૃહવિભાગે આપેલી માહિતી મુજબ તે, અમદાવાદ શહેરમાં જ વર્ષ 2021માં સાયબર ફ્રોડના કુલ મળીને 241 કેસો પોલીસ ચોપડે નોઁધાયા છે. છેલ્લાં એક જ વર્ષમાં સાયબર ગઠીયાઓએ લોકો પાસેથી રૂા.22 કરોડ જેટલી રકમ ઉપાડી લીધી હતી. પોલીસે સાયબર ફ્રોડ કરનારાં 291 સાયબર ગઠીયાઓની ધરપકડ પણ કરી છે.
સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓને પકડી તો પાડ્યા છે પણ આરોપીઓ પાસેથી રકમ મેળવી શકાઇ નથી. પોલીસે 241 કેસોમાંથી માત્ર બે કેસોમાં રૂા.1.19 લાખ જ પરત અપાવ્યા છે. પોલીસ હજુ સુધી લોકોને રૂા.22,03,86,439 રકમ અપાવી શકી નથી. સાયબર ગઠીયાઓ ખોટી લાલચ આપી બેંકમાંથી બારોબાર રકમ ઉપાડી લે છે. ખોટા મોબાઇલ નંબર આધારે સાયબર ફ્રોડ કરે છે.