આગામી સત્રમાં (Gujarat Government) સરકાર વિદ્યાર્થીઓના પાયા પર ખુબ જ ધ્યાન આપવાનું વિચારી રહી છે. 2022-23ના સત્રમાં વિદ્યાર્થીઓને (Student) ગણિત (Mathematics) નો ભય દુર કરવા માટે સરકારે તૈયારી કરી દીધી છે. સરકાર વિદ્યાર્થીઓને વૈદિક ગણિત (Vaidik Mathematics) શિખવશે. જેના કારણે વિદ્યાર્થીઓ આસાનીથી ગણિત સમજી શકશે. વિદ્યાર્થીઓમાંથી ગણિતનો ભય પણ દુર થશે.
સરકારીની વિચારણા પ્રમાણે પ્રથમ તબક્કામાં 2022-23માં ધોરણ 6,7, અને 9માં ભણાવામાં આવશે. બાદમાં સ્કૂલ ઓફ એક્સલેન્સ અંતર્ગત પસંદગી પામનારી 20 હજાર સરકારી સ્કૂલો અને ગ્રા્ંટેડ સ્કૂલોમાં વૈદિક ગણિતને ફરજિયાત કરાશે. રાજ્યના શિક્ષણ વિભાગને ઠરાવ કરીને સ્કૂલો માટે આ જાહેરાત પણ કરી દીધી છે. 2023-24ની શૈક્ષણિક સત્રમાં ધોરણ 8 અને ધોરણ 10માં ભણાવવામાં આવશે. આનાથી જે વિદ્યાર્થીઓને ગણિતનો હાઉ છે. તે દુર કરવાનો સરકાર પ્રયત્ન કરી રહી છે.
હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં પેપર ફૂટ્યુ, પરીક્ષા રદ
વૈદિત ગણિત માટે અભ્યાસ ક્રમ પ્રમાણેની તાલીમ પણ ગુજરાત શૈક્ષણિક સંશોધન અનેતાલીન પરિષજ દ્વારા યોજાશે. ધોરણ 6 થી 8 માટે વૈદિક ગણિતનો અભ્યાસ ક્રમ અને સાહિત્ય GCERT અને ધોરણ 9 અને ધોરણ 10 માટેનું સાહિત્ય ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરાશે. સાથે સાથે સ્કૂલોમાં વૈદિક ગણિત આધારીત વિવિધ ગેમ્સ પણ રમાડવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓની સર્જનાત્મક્તા પણ જળવાઈ રહે.
હેલિકૉપ્ટરથી માણો અમદાવાદ શહેરનો નજારો, મળી નવી ભેટ
વૈદિક ગણિત માટેનું પ્રિન્ટિંગ અને વિતરણનું કામ ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળ દ્વારા કરવામા આવશે. મહત્વનું છે કે સરકાર દ્વારા ગુજરાતમાં સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ જાહેર કરાયો છે ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત તબક્કાવાર પસંદ થનારી ૨૦ હજાર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં વૈદિક ગણિતનો ફરજીયાત અમલ કરવામા આવશે.
અમદાવાદમાં પોલીસ કર્મી ટુ વ્હિલર પર દારૂની ખેપ મારતા ઝડપાયો
ઘણાં વિદ્યાર્થીઓ એવા હોય છે. જેમને ગણિત વિષયનો ભય ભરાયેલો હોય છે. જો કે સરકારના આ આ નિર્ણયથી રાજ્યના ઘણાં વિદ્યાર્થીઓ એવા હશે. જેમને હાશકારો થશે. કારણ કે વૈદિક ગણિત એક એવી ટેક્નિક છે. જેનાથી આસાનીથી ગણિત સમજાવામાં આવે છે. એવી ટેક્નિક છે જેમાં ઝડપી સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરી શકાય છે.