spot_img

અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે સરકારનું મોટું એક્શન, ફેક ન્યૂઝ ફેલાવતા 35થી વધારે વોટ્સએપ ગ્રુપ પર લગાવ્યો પ્રતિબંધ

દેશના 13થી વધારે રાજ્યોમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે. અનેક રાજ્યોમાં સરકારી સંપત્તિને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારી અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે અગ્નિપથ યોજના અને અગ્નિવીરો વિશે ફેક ન્યુઝ ફેલાવવા બદલ 35 વોટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ મૂક્યો આવ્યો છે. અફવા ફેલાવવા અને વિરોધ પ્રદર્શન કરવા બદલ 10 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે વોટ્સએપ ફેક્ટ ચેક માટે નંબર પણ જારી કરવામાં આવ્યું છે. બિહાર જેવા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો એકત્ર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ખાસ કરીને વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

17મી જૂનના રોજ બિહારની સરકારે રવિવાર સુધી 12 જીલ્લામાં ઈન્ટરનેટ સેવાને હંગામી ધોરણે સ્થગિત કરતા જણાવ્યું હતું કે ઈન્ટરનેટનો ઉપયોગ વાંધાજનક સામગ્રી ફેલાવવા અને લોકોને ઉશકેરવા માટે કરવામાં આવી રહ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles