ગુજરાતમાં પ્રથમવાર બીચ થીમ પર પીઝા આઉટલેટ “ઈબીઝા” પીઝા સ્ટોર નું લોન્ચિંગ કરાયું હતું. આ પીઝા સ્ટોર અમદાવાદીઓ ને બીચ ના અનુભવનો અહેસાસ કરાવશે,સાથે સાથે મ્યુઝિક, મોકટેલ નું મનોરંજન નો ય આનંદ માણવા ની તક મળશે.
અમદાવાદ શહેર માં રાજપથ ક્લબ પાસે શરૂ થયેલા “ઈબીઝા” પીઝા સ્ટોરસ્ટોર ના માલિક આશ જોશી એ જણાવ્યું કે “આ અમારી પ્રથમ પહેલ છે ગુજરાત માં “ઈબીઝા” પીઝા સ્ટોર એ પ્રથમ સ્ટોર છે આગળ અમે 8 થી વધુ સ્ટોર ખોલવા માંગીએ છીએ. અમારો મૂળ ઉદ્દેશ એ છે કે, ગુજરાતીઓને વૈવિધ્યસભર અને કંઈક અલગ સ્વાદના પીઝા નો ટેસ્ટ માણવા મળે. ઈબીઝા”સ્ટોર માં પીઝા ની એવી વેરાયટી જોવા મળશે કે જે અમદાવાદ શહેર માં જોઈ નહીં હોય.
“ઈબીઝા”સ્ટોર આશ જોશી, નીરજ પાઠક, વિસ્મય ગજ્જર અને ધવલ ઠક્કર નું એક અનેરું સાહસ છે. સ્વાસ્થ્ય ને હાનિકારક ન હોય અને એકદમ ફ્રેશ હોય એ રીતે તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં ઈબીઝા”સ્ટોર ની ફ્રેન્ચાઈઝ પણ આપવા આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદીઓ પીઝા ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને પીઝાની વધતી જતી ડિમાન્ડ ને પગલે નવા કંસેપ્ટ સાથે”ઈબીઝા”સ્ટોર શરૂ કરાયો છે. અમદાવાદીઓ માટે એક પીઝા સાથે એક પીઝા ફ્રી ઓફર લિમિટેડ પિરિયડ માટે શરૂ કરાશે.