spot_img

GST પરિષદની બેઠકમાં નિર્ણય: કાપડ પર નહી વધે 5%થી 12%નો ટેક્સ

જીએસટી પરિષદે પોતાની બેઠકમાં નિર્ણય કર્યો કે કાપડ પર જીએસટી દરમાં 5%થી 12%ના વધારાને રોકી દેવામાં આવશે, કારણ કે કેટલાક રાજ્યોએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બજેટ પહેલા બેઠકમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન અને તમિલનાડુ જેવા રાજ્યોએ કહ્યુ કે તે જીએસટી વધારાના પક્ષમાં નથી, જે 1 જાન્યુઆરી 2022થી લાગુ થવાનું હતું.

હિમાચલ પ્રદેશના ઉદ્યોગ મંત્રી બિક્રમ સિંહે જણાવ્યુ, “જીએસટી પરિષદે કપડા પર જીએસટી દરમાં વધારા (5%થી 12% સુધી) ટાળવાનો નિર્ણય કર્યો છે. પરિષદ ફેબ્રુઆરી 2022માં પોતાની આગામી બેઠકમાં આ મામલે સમીક્ષા કરશે.

દિલ્હી સરકારે એક નિવેદન જાહેર કરી જીએસટી વધારાનો વિરોધ કર્યો છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે સરકાર આમ આદમીનો અવાજ દબાવવા નહી દે, તેમણે કહ્યુ, “હું 31 ડિસેમ્બરે જીએસટી પરિષદની બેઠકમાં કાપડ પર વધેલો ટેક્સ પરત લેવાની માંગ ઉઠાવીશ. કેન્દ્ર સરકારે મોંઘવારી પર ધ્યાન આપવુ જોઇએ, તે આ રીતે ગરીબોના જખમ પર નમક ભભરાવી નથી શ કતા.”

જીએસટી પરિષદે ઉંધા શુલ્ક ઢાંચા અને અન્ય વિસંગતિઓને દૂર કરવા માટે જીએસટી દરમં સંશોધન માટે કેટલીક ભલામણ કરી હતી. જેમાં કાપડ ક્ષેત્રમાં દરોનુ સંશોધન સામેલ છે જે 1 જાન્યુઆરી, 2022થી લાગુ થવાનું હતું. વર્તમાનમાં ₹1,000 પ્રતિ પીસ સુધીના વેચાણ પર 5 ટકા કર વસૂલવામાં આવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles