દમણ: વિધાનસભા ચૂંટણીને લઈને દીવ-દમણ પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દીવમાં દારૂબંધી રહેશે. 29મી તારીખે સાંજે 5 વાગ્યાથી 1 ડિસેમ્બર સાજે 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. જ્યારે 3 ડિસેમ્બર સાંજે 5 વાગ્યાથી 5 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. આ ઉપરાંત 8 ડિસેમ્બરના દિવસે પણ દારૂબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સ્થાનિક પ્રશાસન દ્વારા દારૂબંધીને લઇને નિર્ણય
મોટાભાગના લોકો રજાઓમાં દીવ-દમણ જવાનો પ્લાન બનાવતાં હોય છે. આવામાં દીવ-દમણ ફરવા જતાં લોકો માટે આ સમાચાર મહત્વના છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને જોતાં દીવ-દમણના સ્થાનિક પ્રશાસન દ્વારા દારૂબંધીને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે, ત્યારે આ તારીખો દરમિયાન દિવ-દમણમાં દારૂબંધી અંગે નિર્ણય લેવાયો છે.
આ તારીખોમાં અમલી રહેશે દારૂબંધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી દીવ-દમણમાં દારૂબંધી અંગે નિર્ણય લેવાયો છે. રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે છે, ત્યારે 29મી તારીખે સાંજે 5 વાગ્યાથી લઇને 1 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. આમ કુલ ત્રણ દિવસ દારૂબંધી રહેશે. આવી જ રીતે બીજા તબક્કાના મતદાનને જોતાં 3 ડિસેમ્બરે સાંજે 5 કલાકથી લઇને 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા સુધી દારૂબંધી રહેશે. વિધાનસભાની ચૂંટણના પરિણામ 8 ડિસેમ્બરે આવવાના છે, ત્યારે આ દિવસે પણ આ નિર્ણય લાગુ પડશે.