spot_img

ધોરણ-12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ જાહેર

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે 4 જૂને જાહેર કરવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. જ્યારે ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમનું પરિણામ આગામી 6 જૂને જાહેર કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આવતી કાલે તા.૦૪/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આગામી તા.૦૬/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles