spot_img

Gujarat Corona Update: અમદાવાદ શહેરીજનો માટે ખતરાની ઘંટી

ગુજરાતના (Gujarat) મોટા શહેરો સહિત હવે જિલ્લામાં પણ કોરોના (Corona)સંક્રમણ દિનપ્રતિદિન વધવા લાગ્યું છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા છેલ્લા ૨૪ કલાકના કોરોના નવા કેસ ના આંકડાઓ ખૂબ જ ચિંતાજનક છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 548 કેસ નો થાય છે તો એક વ્યક્તિનો કોરોના ના કારણે નિધન થયું ૫૪૮ કોરોના નવા કેસ સામે ફક્ત 65 વ્યક્તિઓએ કોરોનાની માત આપી છે.રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1902 પહોંચી છે જેમાંથી 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજ્યના મુખ્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આજે કુલ ૨૬૫ કેસ નોંધાયા તેની સામે ફક્ત ૧૮ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે સુરત કોર્પોરેશન ની વાત કરવામાં આવે તો આજે 72 કેસ નોંધાયા તેની સામે ફક્ત ૧૦ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે વડોદરા કોર્પોરેશન ની વાત કરવામાં આવે તો આજે ૩4 કેસ નોંધાયા છે જેની સામે ફક્ત 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજકોટ શહેરમાં આજે 20 કેસ નોંધાયા છે જેની સામે એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી.

આ તમામ આંકડા વચ્ચે સૌથી વધુ સાવચેતી રાખવાની જરૂર અમદાવાદના લોકોને છે કારણકે ફક્ત દસ દિવસમાં કોરોના નો આકડો 13 કેસથી ૨૬૫ કેસ સુધી પહોંચ્યો છે. 20 ડીસેમ્બર ના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના 13 કેસ હતા જ્યારે આજે સરકારી આંકડાઓ પ્રમાણે અમદાવાદ શહેરમાં 265 કેસ આવ્યા છે આ જ દર્શાવે છે કે શહેરમાં કોરોના સંક્રમણ કેટલું ઝડપી વધી રહ્યું છે. સરકારે જાહેર કરેલા આંકડાઓમાંથી વિશ્લેષણ કરીને એક અરવિંદ ચૌધરી નામના યુવાને અમદાવાદીઓને સચેત રહેવાની સલાહ પણ આપી છે.

વધતાં જતાં સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારના પોતાની નજર બનાવી રાખી છે. જે પ્રકારે ચિંતાજનક રીતે કેસોમાં વધી રહ્યા છે. તે રીતે જોતા રાજ્ય સરકાર કોઈ આકરા પગલાં લે તો તેમાં આશ્ચર્યપામવાની પણ જરૂર નથી. એકવાત એવી પણ છે સત્તાપક્ષ કે પછી વિપક્ષ હોય કોઈપણ રાજકીય કાર્યક્રમો રોકવા માટે સામે ચાલીને નિર્ણય નથી લઈ રહ્યા તે પણ હકીકત છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles