રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે સરકારે નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા નવા રાજ્ય સરકાર દ્વારા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. નવી કોવિડ ગાઇડલાઇન્સ પ્રમાણે ધોરણ 1 થી 9 ની સ્કૂલો જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઇન શિક્ષણ ચાલું રહેશે.
રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 10 શહેરમાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી છે.
છેલ્લે કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન, 2021માં ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી હતી. હવે આઠ મહિના પછી ફરી એવી સ્થિતિ સર્જાઈ છે.હોટેલ રેસ્ટોરેન્ટસ બેઠક ક્ષમતાના 75% સાથે રાત્રિના 10:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ/રેસ્ટોરેન્ટ્સમાં Home delivery સેવાઓ રાત્રિના 11:00 કલાક સુધી ચાલુ રાખી શકાશે.
આ પહેલાં રાજ્ય સરકારે 25મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ખેડા, નડિયાદ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે.