રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે તો બીજી તરફ સરકાર અનેક પ્રતિબંધ લગાવી રહી છે. ત્યારે હાલમાં જ રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં ઉત્તરાયણ પર્વને લઇને અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. કોરોના કાળ વચ્ચે સરકારે ઉત્તરાયણને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે જેમાં.. ધાબા પર ભીડ ભેગી ના કરી શકવાની સાથે અન્ય કેટલાક પ્રતિબંધ લગાવાયા છે. ઉત્તરાયણની ગાઇડલાઇ પ્રમાણે જાહેર સ્થળો, મેદાનો, રસ્તાઓ પર એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તો માસ્ક વગર મકાન, ફ્લેટના ધાબા પર જનાર સામે દંડાત્મક કાર્યવાહિ થઇ શકે છે. તો સોસાયટીના મેદાનમાં ભીડ ભેગી નહીં કરી શકાય. જો સોસાયટી ફળીયામાં બહારના વ્યક્તિને પ્રવેશ ન આપવો અને જો આ નિયમનો ભંગ થશે તો અધિકૃત વ્યક્તિ જવાબદાર રહેશે. તો ઉત્તરાયણમાં ધાબે લાઉડ સ્પિકર, ડી.જે અથવા મ્યુઝિક સિસ્ટમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તો સાથે જે લાગણી દુભાય તેવા સ્લોગન પતંગ પર નહીં લખી શકાય અને ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરી, કાંચના માંઝા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તો પતંગ દોરીની ખરીદી સમયે કોવિડ-19નું પાલન ફરજિયાત કરવાનું રહેશે અને જ્યાં નાઇટ કર્ફ્યૂ છે ત્યાં ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
એક તરફ કોરોનાના કેસ વિકરાળ ગતિએ વધી રહ્યાં છે ત્યારે આગામી તહેવારોમાં ભીડ ભેગી ના થાય અને કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પણ પાલન થાય એ હેતુથી સરકાર દ્વારા ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે ત્યારે સમયની માગ છે કે તહેવારના આનંદ સાથે કોવિડ ગાઇન લાઇનનું પાલન થાય. સરકાર દ્વારા એ વાત નથી કહેવામાં આવી કે ઉત્તરાયણમાં ઉંધીયુ જલેબીની ખરીદીમાં પણ ભીડ ભાળ ના થાય પણ જનતા સ્વભાન રાખી નિયમોનું પાલન કરે તે જરુરી છે. જો કોરોનાને મ્હાત આપવી છે તો નિયમો તો ચોક્કસથી પાલન કરવા જ પડશે..